શ્રીદેવીની પુત્રી અભિનેત્રી જાહનવી કપુર પોતાની આગામી ઐતિહાસિક ફિલ્મ તખ્ત માટે ખૂબ પરિશ્રમ કરી રહી છે…

0
1062
Handout photo from "Dhadak".

 

શ્રીદેવીની પુત્રી જાહનવી કપુરની પ્રથમ ફિલ્મ ધડકને પ્રેક્ષકોએ આવકારી હતી. તેમાં જાહનવીના અભિનયની વિવેચકોએ નોંધ લીધી હતી.જોકે આ ફિલ્મ ધડકમાં ઈશાન ખત્તરે પણ હીરોની ભૂમિકા સરસ રીતે ભજવી હતી. તેની અદાકારી પણ કાબિલે દાદ હતી. ધડક ફિલ્મના નિર્દેશક શશાંક ખૈતાને બન્ને નવોદિત યુવા કલાકારોને પ્રોજેક્ટ કરવા ઘણી મહેનત કરી હતી. ધડક ફિલ્મ હીટ થયા બાદ ફિલ્મ- સર્જક કરણ જોહરે પોતાની ઐતિહાસિક કથાનક ધરાવતી સૌપ્રથમ ફિલ્મ માટે જાહનવીને સાઈન કરી હતી. આ ફિલ્મ મલ્ટીસ્ટાર ફિલ્મ છે. બોલીવુડના મહત્વના કલાકારો ફિલ્મમાં ભૂમિકાઓ ભજવી રહયા છે એટલે એ બધાની સાથે પોતાનું પર્ફોમન્સ નબળું ન લાગે તે અંગે જાહનવી ખૂબ ચીવટ રાખીને પરિશ્રમ કરી રહી છે. તે ડાન્સ તેમજ ડાયલોગની બાબતે સભાન છે. પોતાની કચાશ નિવારવા એ નિષ્ઠાથી પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.કરણ જોહરની તફ્ત મેગાબજેટ અને મલ્ટીસ્ટાર ફિલ્મ છે. જાહનવી કપુરના નિકટના સૂત્રોએ માહિતી આપી હતી કે, જાહનવી કપુર  અંધેરી ઉપનગરના વીરા દેસાઈ રોડ પર આવેલા કેન સ્ટાર સ્ટુડિયોમાં સવારે સાડા દસ વાગે પહોંચી જાય છે અને બપોરના બે વાગ્યા સુધી ડાન્સના સ્ટેપ્સ અને ડાયલોગ ડિલિવરીની પ્રેકટિસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here