‘શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીની ૧૭૬મી જયંતી ઉલ્લાસભેર ઉજવાઈ’

 

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર  ખાતે પ્રબોધિની એકાદશી જીવનપ્રાણ શ્રી અબજીબાપાની ૧૭૬મી પ્રાગટ્ય જયંતી ભારે ઉલ્લાસભેર ઊજવાઈ, તથા જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૯૧મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૧૮મી દિક્ષા જયંતી, ૨૧૯મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની ૨૮૧મી પ્રાગટ્ય જયંતી પણ ઉજવાઈ હતી. આ મંગળકારી અવસર ઉપર ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક મહા પર્વના પાવનકારી શુભ દિને શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના બ્રહ્મહોલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી પ્રાગટ્યનું  મહિમાગાન સંતોએ સંગીતના મંગલ સૂરો રેલાવી કર્યું હતું. ત્યાર બાદ ગાદીના આચાર્ય શ્રી જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીજી તથા સંતોએ પૂજન અર્ચન કરી નીરાજન આરતી અને હરિભક્તોએ ઓનલાઇન આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. આ અવસરે જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ વગેરેનો દિવ્યાનંદ માણ્યો હતો.