શ્રધ્ધા કપુર રણબીર કપુર સાથે કામ કરવા થનગની રહી છે…

0
1114

બોલીવુડના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્દેશકની એક નવી રોમેન્ટિક ફિલ્મ આવી રહી છે. જેમાં હીરોની ભૂમિકા ભજવી રહ્યા છે. સોહામણા પ્રતિભાસંપન્ન અભિનેતા રણબીર કપુર . રણબીર અને સલમાન ખાન – આ બન્ને અભિનેતાઓ સાથે ફિલ્મમાં ભૂમિકા ભજવવા દરેક અભિનેત્રી આતુર હોય છે. તેમાં પણ યુવા નવી અભિનેત્રીઓ તો રણબીર સિંહ , રણબીર કપુર અને હવે આયુષ્માન ખુરાના – જેવા સફળ કલાકારો સાથે પોતાની જોડી જમાવવાના સપના જોતી રહે છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં શ્રધ્ધા કપુર જણાવે છેઃ રણબીર કપુર સાથે કામ કરવાની મારી વરસોની તમન્ના પૂરી થઈ રહી છે. મને લવરંજનની અગાઉની ફિલ્મો પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂકી સ્વીટી – ફિલ્મો બહુ જ ગમી હતી. લવરંજન એક કાબેલ અને નીવડેલા નિર્દેશક છે. રણબીર કપુર હાલના જનરેશનના સારામાં સારા અભિનેતા છે. તેમની સાથે મને કામ કરવા મળે, એ મારા માટે બહુ જ મોટી વાત છે. 

        હાલમાં શ્રદ્ધા વરુણ ધવન સાથે એબીસીડી-3ના શૂટિંગમાં વ્યસ્ત છે.