શ્રદ્ધાનું બીજું નામ શ્રી સારંગપુર ધામ

સદ્ગુરુ શ્રી ગોપાલાનંદજી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સંત છે, જેમણે અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ આજે પણ કૃપાદષ્ટિને સૃષ્ટિ અને દરેક જીવ- પ્રાણીમાત્ર પર વરસી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પછી સંપૂર્ણ આધ્યાત્મિક ગુરુ ગોપાલાનંદ સ્વામી છે, અને જેમણે સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના 1905માં કરી. શારીરિક અને માનસિક તકલીફ, ભૂતપ્રેત સાથે અંધશ્રદ્ધા જેવાં નાનાં-મોટાં દુઃખ જે વિજ્ઞાનથી દૂર હોય છે, જેનો ઉકેલ કે નિવેડો કે નિદાન હનુમાનજીની કૃપાદષ્ટિથી કરવાનો પ્રયત્ન થાય છે. સંસારની અદાલતમાં તો ગુનેગારને સજા મળે છે, પણ દાદાની અદાલતમાં ફક્ત ન્યાય જ મળે છે.
પ્રસાદીની લાકડીઃ ગોપાલાનંદ સ્વામી પોતાની પાસે એક પ્રસાદીભૂત લાકડી રાખતા હતા, જે આજે પણ પવિત્ર માની આ લાકડીનો જલાભિષેક તથા તે જલથી પંચમુખી હનુમાનજીનો જલાભિષેક કરવામાં આવે છે, અને તેને પ્રસાદીરૂપે વહેંચી દેવામાં આવે છે.
પ્રસાદીનું બળદગાડુંઃ સ્વામીજીનાં પગલાંવાળું આ લાકડાનું ગાડુ અતિ પવિત્ર ગણવામાં આવે છે. ભગવાન સ્વયં આ ગાડામાં ઘણી વાર બેઠા હતા. ગાડા પાસે બેસીને ધ્યાન, ભજન કરવાથી શરીર અને મનમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે.
નારાયણકુંડઃ નારાયણકુંડનું પવિત્ર સ્નાન એટલા માટે મહત્ત્વનું છે કે, જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણ સારંગપુર આવતા ત્યારે આ કુંડમાં સ્નાન કરતા.
જીવા ખાચરનો દરબારઃ ભગવાન જ્યારે પણ સારંગપુર આવતા ત્યારે રાજા જીવા ખાચરના દરબારગઢમાં રહેતા. પ્રસાદીનો ચોરો, પ્રસાદી કૂવો, ગૌશાળા, અન્નક્ષેત્ર, યાત્રિક નિવાસ, આયુર્વેદિક ચિકિત્સાલય, સમૂહલગ્નની પણ વ્યવસ્થા છે.
સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં 22મી જુલાઈ, 2018 ને રવિારના દિને મારુતિયજ્ઞ નિમિત્તે વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી હનુમાનજીદાદાનાં દર્શને પધાર્યા હતા અને આ પાવન પ્રસંગે મંદિર દ્વારા દાદાને અવનવી મીઠાઈઓનો ભોગ ધરાવી બપોરના 11 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવેલી. અન્નકૂટનાં આવાં અમૂલ્ય દર્શનનો લાભ અનેક હરિભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. આજે સારંગપુરના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી ગાદી સંભાળી રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સારંગપુર હનુમાન મંદિર રોડ અમદાવાદથી જઈ શકાય છે. વધુ માહિતી માટે ફોન નં. 02711 – 241202/2411408.

શ્રી વિવેકસાગરદાસજી સ્વામી
ગુરુ પુરાણી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.