શ્રદ્ધાંજલિ

ગુજરાત ટાઇમ્સના કોલમિસ્ટ
ડો. બળવંત જાનીનાં માતૃશ્રી નિર્મળાબેન શાંતિલાલ જાનીનું નિધન
ઔદીચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ, કમળાપુર નિવાસી નિર્મળાબેન શાંતિલાલ જાની ઉં.વર્ષ ૯૬ અવસાન પામ્યાં છે. તેઓ ગુજરાત ટાઇમ્સના લોકપ્રિય કટારલેખક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ, અધ્યાપક ડો. બળવંતભાઈ જાની, રાજકોટ જિલ્લાપંચાયત સેવાનિવૃત્ત કર્મચારીઓ અનંતરાય જાની, મુકેશભાઈ જાની, ઉપરાંત કંચન મહેશકુમાર ભટ્ટ અને અરુણા ગૌરાંગકુમાર શુક્લનાં માતૃશ્રી તેમજ ડો. પુલકેશીભાઈ બળવંતભાઈ, અભિ અનંતભાઈ, સાગર મુકેશભાઈ જાનીનાં દાદીમા નિર્મળાબેન શાંતિલાલ જાની ૨૩ ડિસેમ્બર, ૨૦૧૯ના સોમવારે વૈકુંઠવાસી થયાં છે.
સદ્ગતના અવસાન અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશેષ શોકસંદેશ પાઠવ્યો હતો.