શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ ડો. અતુલ પટેલને ભારત વિદ્યા શિરોમણિ અવોર્ડ

 

ચાંગાઃ ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇનિ્સ્ટટ્યૂૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (ઘ્પ્ભ્ત્ઘ્ખ્)  કોલેજના આચાર્ય તથા ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના ડીન ડો. અતુલ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે બે અવોર્ડ- ભારત વિદ્યા શિરોમણિ અવોર્ડ અને રાષ્ટ્રીય વિદ્યા ગૌરવ ગોલ્ડ મેડલ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. 

નવી દિલ્હીસ્થિત ઇન્ડિયન સોલિડારિટી કાઉન્સિલ દ્વારા નવી દિલ્હીમાં ૨૭મી ફેબ્રુઆરીએ યોજાયેલા સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે માતબર પ્રદાન અને ઉમદા કાર્ય કરવા બદલ ડો. અતુલ પટેલને ભારત વિદ્યા શિરોમણિ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો  છે. ઇન્ડિયન સોલિડારિટી કાઉન્સિલ સંસ્થા પ્રખ્યાત સામાજિક અગ્રણીઓ-રાજદ્વારીઓ-ઉદ્યોગ સાહસિકોની રાષ્ટ્રીય સંસ્થા છે. આ અવોર્ડ નોર્થ દિલ્હીના મેયર અવતાર સિંઘ દ્વારા એનાયત થયો હતો. 

આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિઓ અને યાદગાર ભૂમિકા અદા કરવા માટે ડોષ્ટ અતુલ પટેલને ઇન્ટરનેશનલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ એજયુકેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય વિદ્યા ગૌરવ ગોલ્ડ મેડલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ એજયુકેશન એન્ડ મેનેજમેન્ટ અગ્રણી વોલન્ટરી અને બિન-નફાકારક સંસ્થા છે, જેના દેશભરમાં સભ્યો છે અને એનો મુખ્ય હેતુ શૈક્ષણિક-વૈજ્ઞાનિક-સામાજિક-સાંસ્કૃતિક-ટેક્નોલોજિકલ વિકાસને ઉત્તેજન આપવાનો અને તમામ ભારતીયોની ગુણવત્તામાં વધારો કરવાનો છે. આ ઇન્ટરનેશનલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટના ચેરમેન ઓ. પી. સક્સેના દ્વારા એનાયત થયો હતો. નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં ડોષ્ટ અતુલ પટેલને રાષ્ટ્રીય વિદ્યા ગૌરવ ગોલ્ડ મેડલ અવોર્ડ અને સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યા છે.  

રાષ્ટ્રીય સ્તરે  એકસાથે બે અવોર્ડ પ્રાપ્ત કરવાની સિદ્ધિ હાંસલ કરી ચારુસેટ યુનિવર્સિટીનું ગૌરવ વધારવા બદલ ચારુસેટ પરિવારે ડો. અતુલ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.