શેરબજારમાં ફુલગુલાબ તેજી ૧૩૪૪ પોઇન્ટનો સેન્સેક્સમાં વધારો

 

મુંબઈઃ શેરબજાર કડાકા બાદ હવે ધીમે-ધીમે રિકવર થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર વધારા સાથે બંધ થયા હતાં. સેન્સેક્સ ૧૩૪૪ પોઇન્ટના વધારા સાતે ૫૪૩૧૮ પર જ્યારે કે નિફ્ટી ૪૧૭ પોઇન્ટ ઉછળી ૧૬૨૫૯ પર બંધ થયો. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, રિલાયન્સ, આઇટીસી, વિપ્રો અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં સૌથી વધારે તેજી રહી. બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી આજે રૂ. ૨૫૫.૭ લાખ કરોડ થઇ ગઇ. તેનાથી રોકાણકારોએ રૂ. ૧૨ લાખ કરોડ કમાયા. આ પહેલા સેન્સેક્સ ૩૧૧ પોઇન્ટ એટલે કે ૦.૫૯ ટકાના વધારા સાથે ૫૩૨૮૫ પર અને નિફ્ટી ૭૦ પોઇન્ટના વધારા સાથે ૧૫૯૧૨ પર ખૂલ્યોહતો. સૌથી વધારે તેજી બેન્ક અને મેટલ શેરોમાં રહી. રૂપિયો ડોલરની તુલનાએ ૨૪ પૈસા તૂટી રેકોર્ડ લો ૭૭.૬૯ પર પહોંચી ગયો. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યૂનિલીવરમાં તેજી અને એનટીપીસી, પાવર ગ્રિડ શેરોમાં ઘટાડો રહ્યો. બીએસઇ મિડકેપ ૫૫૫ પોઇન્ટના વધારા સાથે ૨૨૭૦૦ પર બંધ થયો. બીએસઇ સ્મોલકેપ ૭૧૨ પોઇન્ટના વધારા સાથે ૨૬૩૧૮ પર બંધ થયો. નિફ્ટીના તમામ ૧૧ સેક્ટોરલ ઇન્ડેક્સમાં વધારો રહ્યો. તેમાં સૌથી વધારે તેજી મેટલમાં ૬.૫૬ ટકા રહ્યો. ત્યારબાદ મીડિયામાં ૩ ટકાનો વધારો રહ્યો. બીજી તરફ બેન્ક, ઓટો, ફાયનાન્શિયલ સર્વિસ, આઇટી અને એફએમસીજીમાં ૨ ટકાની તેજી રહી જ્યારે કે રિયલ્ટી અને ફાર્માના સ્ટોક્સ ફ્લેટમાં એક ટકાથી વધારેની તેજી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here