શીતલ શેઠનું પુસ્તક ભારતીય-અમેરિકી બાળકોને તેમના નામને પ્રેમ કરવાનું શીખવાડે છે

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકન અભિનેત્રી શીતલ શેઠનું પુસ્તક ઓલ્વેઝ અંજલિ ભારતીય-અમેરિકન બાળકોને તેઓનાં નામોને પ્રેમ કરવાનું શીખવાડે છે.
શીતલ શેઠ દ્વારા લખવામાં આવેલાં બાળકોના પુસ્તક ઓલ્વેઝ અંજલિ ભારતીય અમેરિકન યુવતી અંજલિ વિશે છે, જેને તેના મિત્રો તેઓની બાઇક માટે નંબર પ્લેટ પર લખવા માગતા હોય છે. આથી તે પોતાનાં માતાપિતાને પોતાનું નામ બદલીને એન્જી રાખવા માગે છે ત્યારે તેની માતા તેને કહે છે કે શા માટે તેનું નામ અંજલિ હતું. તેની માતા જણાવે છે કે અંજલિ એ ભેટ છે જે સૌથી કીમતી ગણાવવામાં આવે છે.
આ પુસ્તક કલ્ચરલ હોલિડે અથવા ધર્મ વિશે નથી, પરંતુ ભારતીય અમેરિકન યુવતી વિશે છે, જે પોતાના નામ માટે ગૌરવ અનુભવે છે. આ પુસ્તકમાં મજબૂત મહિલાલક્ષી સંબંધોની છબીઓ દર્શાવવામાં આવે છે અને પુરૂષો ઘરકામ કરતાં દર્શાવાયા છે.
શીતલ શેઠે ઘણા ટીવી શોમાં કેરિયર શરૂ કરી હતી અને ૧૮ ફીચર ફિલ્મો કરી છે, જેમાંની એક આલ્બર્ટ બ્રુક્સ સાથેની વોર્નર બ્રધર્સની લુકિંગ ફોર કોમેડી ઇન ધ મુસ્લિમ વર્લ્ડ હતી. શીતલ શેઠ ત્રણ વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી ચૂકી છે અને તેને ૨૦૧૨માં આફટરએલેનઝ વિઝિબિલિટી એવોર્ડ્સમાં ફેવરિટ મુવી એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
તેણે રિબોક અને સીએચઆઇ હેર કેર જેવી વિવિધ બ્રાન્ડનું પણ પ્રતિનિધિત્વ કરેલું છે અને મેક્સિમમાં પ્રદર્શિત થયેલી સૌપ્રથમ ભારતીય-અમેરિકન હતી. તેણે પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનના એમેરિકોર્પ્સમાં સેવા આપી છે અને હાલમાં ઇક્વલિટી નાવમાં એડવાઇઝરી બોર્ડમાં સેવા આપે છે.