શિવસેના MLA મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હીःःछःः: સુપ્રીમ કોર્ટે સોમવારે શિવસેના શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સુનાવણી કરી હતી. કોર્ટે વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે તમે આ મામલે નિર્ણયને વધુ સમય માટે ટાળી શકો નહી. તમારે તેની તારીખ નક્કી કરવી પડશે. આ પછી કેસની સુનાવણી બે અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.
કોર્ટે શિવસેનાના નામ અને પ્રતીક સાથે સંબંધિત કેસની સુનાવણી ૩ અઠવાડિયા માટે ટાળી દીધી છે. સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે શિંદે અને ઉદ્ઘવ જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગેની બે અરજીઓ પર સુનાવણી કરી. આમાંની એક અરજી પક્ષના નામ અને ચિન્હના ઉપયોગને લગતી હતી. બીજી તરફ, એકનાથ શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી રિવ્યુ પિટિશન હતી. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ જૂન ૨૦૨૨માં પાર્ટી વિરૂદ્ઘ બળવો કર્યો હતો. આ પછી શિંદેએ ભાજપ સાથે મળીને રાજયમાં સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બન્યા. આ પછી શિંદેએ શિવસેના પર પોતાનો દાવો કર્યો. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકાર્યુ. ઉપરાંત, શિંદે જૂથને શિવસેનાના નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉદ્ઘવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે લગભગ ૪ મહિના પહેલા એકનાથ શિંદે જૂથના ૧૬ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા પર નિર્ણય સ્પીકર પર છોડી દીધો હતો. જયારે, ઉદ્ઘવ ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે પુનર્વિચાર કરવાની અપીલ કરી