શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો તંત્રીલેખ- 2019ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદારોએ એમનો મિજાજ રજૂ કરી દીધો છે..ભાજપ હવે ગફલતમાં ના રહે..

0
821

 

     મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેનાની ગઠબંધન સરકાર રચશે એવાત નિશંક છે. પણ આવખતના પરિણામોમાં ભાજપે 2014 જેવો દેખાવ કર્યો નથી. ભાજપને અગાઉ કરતાં બહુજ ઓછી બેઠકો પર વિજય મળ્યો છે. ભાજપની નેતાગીરી સામે મહારાષ્ટ્રના લોકોનો રોષ એના પરિણામોમાં પ્રગટ થયો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરેઓ સણસણતી ટકોર કરતાં લખ્યું હતું કે, આ ચૂંટણીનું પરિણામ એ મહાજનાદેશ નથી. મહારાષ્ટ્રની જનતાનું વલણ સીધું અને સ્પષ્ટ છે. જો શાસનતંત્ર હવે ગફલત કરશે, ઉન્માદમાં રાચશે તો ફેંકાઈ જતા વાર નહિ લાગે.ઈવીએમ મશીને લોકોનો મિજાજ રજૂ કરી દીધો છે. 2014માં ભાજપ અને શિવસેના અલગ અલગ રહીને ચૂંટણી લડ્યા હતા, છતાં ભાજપને મોટી સંખ્યામાં બેઠકો મળી હતી. આ 2019ની ચૂંટણીમાં ભાજપ- શિવસેનાનું ગઠબંધન હોવા છતાં બન્ને પક્ષની બેઠકો ખાસ્સી ઘટી છે. કોંગ્રેસ- એનસીપીમળીને 100 બેઠકો સુધી પહોંચી ગયા છે. જયારે ભાજપ- શિવસેનાને કુલ સાથે મળીને 161 બેઠકો જ મળી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટો કૂદકો એનસીપી માર્યો છે. એનસીપીએ 50નો આંકડો વટાવી દીધો છે. ભાજપ 122થી 102 બેઠકો પર આવી ગયો. ઉધ્ધવ ઠાકરે તેમના સામનાના તંત્રીલેખમાં ભાજપને ચેતવણી આપતાં માર્મિક શબ્દોમાં કહી  દીધું છેકે, જો શાસક પક્ષ સત્તાના ઉન્માદમાં લોકોની સ્થાનિક સમસ્યાના નિરાકરણ માટે કટિબધ્ધ નહિ થાય તો પરિણામ સારું નહિ આવે