શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરે છેઃ તમે એવા એવા દેશોના પ્રવાસે ગયા છો, જેને અમે ભૂગોળની ચોપડીમાં પણ નથી જોયા, મોદીજી, તમે અત્યાર સુધી અયોધ્યા કેમ નથી ગયા?

0
622

લોકસભાની ચૂંટણી જેમજેમ નિકટ આવતી જાય છે તેમ તેમ રામ- જન્મભૂમિપર રામ- મંદિરનાનિર્માણનો મામલો ચર્ચાતો જાય છે. અયોધ્યામાં રામ- મંદિર બનાવવાનું જાહેર કરીને સત્તા પર આવેલી મોદી સરકાર પોતે આમ જનતાને આપેલું વચન પાળતી કેમ નથી એવો સવાલ શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ સેન્ટ્રલ મુંબઈમાં યોજાયેલી દશેરાની ઉજવણીની રેલીમાં આમ જનતાને સંબોધતાં કર્યો હતો. ભાજપનું સૂત્ર હતું – મંદિર વહીં બનાયેંગે.. પણ  કઈ તારીખે એ મંદિર બનશે એ વિષે ભાજપ કશું કહેવા તૈયાર નથી. ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેઓ આગામી 25મી નવેમ્બરે અયોધ્યાની મુલાકાત લેશે. તેમણે કહયું હતું કે, જેમને એવું લાગે છે કે, હિંદુત્વ મરી ગયું છે, તે લોકો જાણી લે કે હજુ અમે જીવંત છીએ. અમને દુખ છેકે હજી સુધી અયોધ્યામાં રામ-મંદિરનું નિર્માણ કરવામાં નથી આવ્યું. ઉધ્ધવ ઠાકરેએ બંધારણના આર્ટિકલ 370 સહિત અનેક મુદા્ઓ અંગે ભાજપ સરકારની ઉગ્ર ટીકા કરી હતી. જેમાં વધતી જતી મોંઘવારી, પાકિસ્તાન સલાથે કડક વલણ અપનાવતા અચકાતી ભાજપ સરકારની નબળી વિદેશ નીતિ વગેરેનો સમાવેશ થતો હતો.