શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો…ત્રણ જણાં ઘાયલ થયા …

0
1054
(Photo: IANS)

શિવસેનના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે કાર્યકર્તાઓના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓના જૂથે તેમના કાફલા પર જોરદાર પથ્થરમારો કરીને તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે અહેમદનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં  ભાગ લેવા માટે અહેમદનગર પહોંચ્યા ત્યારે તેમનાથી નારાજ કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ઉધ્ધવ ઠકરે વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના પર પથ્થરો ફેંકવાનું ચાલુ કર્યું હતું. જેને કારણે ત્યાં ભાગ-દોડની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ભાગદોડમાં પૂર્વ વિધાયક અનિલ રાઠોડ સહિત અન્ય ત્રણ જણાને ઈજા થઈ હતી.