શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની આઘામી 8 માર્ચની અયોધ્યા યાત્રાનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.. 

0
1078

 

 

     સત્તાના લોભમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ કોંગ્રસ સાથે હાથ મિલાવ્યા એનો બહુ વિરોધ થયો હતો. સત્તાનો લોભ રાખીને હિંદુત્વના એજન્ડાને છેહ દેનારા ઉધ્ધવ ઠાકરે – હવે પોતાની આબરૂ જાળવવા માટે જાતજાતના પેંતરા કરી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રના લોકોના મનમાં પૂરેપૂરું ઠસાવવા માગે છે કે, તેઓ અને તેમની પાર્ટી શિવસેના હજી પોતાના મૂલ્યો ભૂલ્યા નથી. શિવસેનાના આદર્શો હજી હિંદુત્વને વરેલા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. પરંતુ અયોધ્યામાં વસનારા સાધુ- સંતો તેમનાથી સખત નારાજ છે. તેઓ ઉધ્ધવ ઠાકરેને અયોધ્યામાં આવવા દેવા માગતા નથી. તેમાં અયોધ્યાની સંન્યાસી  શિબિરના મહંત પરંમહંસ દાસે જણાવ્યું હતું કે, ઉધ્ધવ ઠાકરેએ રામ ભક્તોની સાથે છેતરપિંડી કરી છે.મહારાષ્ટ્રની સત્તા હાંસલ કરવાની લાલચમાં તેમમએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને પોતાની દાનત દેખાડી દીધી છે. તેમણે રામ ભક્તો સાથે દગો કર્યો છે. અમે તેમને અયોધ્યામાં પ્રવેશવા દઈશું નહિ. હું ખુદ ઉધ્ધવ ઠાકરેનો રસ્તો રોકીશ, પણ તેમને અયોધ્યામાં નહિ આવવા દઉં. પરમહંસે વધુમાં જણાવ્યું હતું કે, શિવસેનાની રચના જ હિંદુસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે થઈ હતી. બાળાસાહેબ એ માટે કટિબધ્ધ હતા. મહારાષ્ટ્રનુ મુખ્યપ્રધાન પદ સંભાળવાના 100 દિવસ પૂરા થતા ઉધ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યાની મુલાકાત લેવાના છે. 

   અયોધ્યાના સાધુ સમાજમાં એમનો જાહેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ  5 માર્ચના એક સ્પેશયલ ટ્રેનમાં શિવસૈનિકો અયોધ્યાની યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે.