શિવસેનાએ  માગણી કરી કે, ભારતમાં પણ  બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ…તાજેતરમાં શ્રીલંકામાં થયેલા આતંકી વિસ્ફોટ બાદ શ્રીલંકાની સરકારે શ્રીલંકામાં બુરખો પહેરીને પોતાનો ચહેરો ઢાંકવા અંગે પ્રતિબંધ જાહેર કર્યો હતો..આ કાયદો તોડનાર વ્યક્તિને જેલની સજા અને દંડ કરવાની જોગવાઈ છે..

0
1077

 

 

દુનિયાના અનેક દેશોમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. હમણા જ  શ્રીલંકાની સરકારે બોમ્બ ધડાકાઓ થયા બાદ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. હવે ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી રહી છે. મુંબઈમાં શિવસેનાએ કરેલી માગણી બાદ દેશભરમાં બુરખા પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. એક વર્ગ પ્રતિબંધની તરફેણ કરે છે , જયારે બીજો વર્ગ તેનો વિરોધ કરે છે. દુનિયાના અનેક દેશોમાં બુરખા પર પ્રતિબંધ છે, જેમાં મુખ્યત્વે યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ પોલીન હેન્સને પણ ગયા વરસે ઓસ્ટ્રેલિયામાં બુરખા પર પ્રતિબંધ લાદવાની માગણી કરી હતી.