શિલ્પા શેટ્ટીને રાજ કુંદ્રાના કેસને કારણે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.-

 

     કહેવાતા બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની કથિત પોર્ન વિડિયો સ્કેન્ડલમાં થયેલી ધરપકડને કારણે અભિનેત્રી શિલ્પા શેટ્ટી મુશ્કેલીમાં મૂકાઈ  હોવાનું  જાણવા મળ્યું હતું. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપ માટે જેલ ભેગા થયેલા શિલ્પાના પતિ રાજ કુંદ્રાને અદાલતે જામીન આપ્યા નથી. શિલ્પાએ પોતાની મહેનત અને પ્રિતભાથી ઊભી કરેલી ઈમેજ હાલમાં ઝાંખી પડી ગઈ છે. ડાન્સ રિયાલિટી શો- સુપર ડાન્સર -4માં જજ તરીકે ભાગ લેનારી શિલ્પાની ગેરહાજરીથી એ વાત પુરવાર થઈ છે. શિલ્પાને સ્થાને હાલમાં 31 જુલાઈ- 1 ઓગસ્ટના એપિસોડમાં અભિનેતા રિતેશ દેશમુખ – અને જેનેલિયા  ડિસોઝા જજ બન્યાં હતા. તેની અગાઉના એપિસોડમાં અભિનેત્રી કરિશ્મા કપુર જજ બન્યાં હતા. સત્તાવાર માહિતી અનુસાર, એક એપિસોડમાં જજ તરીકે કામગીરી બજાવવા શિલ્પા શેટ્ટી 18 થી 20 લાખ રૂપિયાનું મહેનતાણું લે છે. એટલે જો આ શો એને કાયમ માટે છોડવો પડશે તો એને બે કરોડથી વધુ રકમ ગુમાવવી પડશે. વળી જાહેરખબરમાંથી મળતી આવક પણ હાલ પૂરતી બંધ થશે. રાજ કુંદ્રા પોર્ન – ફિલ્મોના નિર્માણ અને વિતરણમાં સક્રિયપણે સંડોવાયો હોવાના પુરાવા તપાસ એજન્સીઓને મળ્યા હોવાને કારણે રાજને અદાલતની જામીન મળી નથી. એ હાલ જેલમાં જ છે. આથી શિલ્પા શેટ્ટીને  જાહેરજીવનમાં નાલેશી સહન કરવી પડી રહી છે.