
શિયા ઈસ્માઈલી મુસ્લિમોનાં વડા ધર્મગુરુ નામદાર આગાખાન હાલમાં 10 દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. નવી દિલ્હીમાં 90 એકર જમીનમાં પથરાયેલી નર્સરીનું તેમણે ઉદઘાટન કર્યું હતું. નર્સરીમાં 280 પ્રકારના વિવિધ વૃક્ષોના વીસ હજાર જેટલા રોપાનું અા નર્સરીમાં રોપણ કરવામાં આવશે. પોતાની નવી દિલ્હીની મુલાકાત દરમિયાન નામદાર આગાખાને ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રદાન તેમજ ઉપ-રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિલ્હીસ્થિત આ નર્સરી એ આગાખાન ટ્રસ્ટ ફોર કલ્ચર દ્વારા વિકસાવામાં આવેલો 7મો નર્સરી પાર્ક છે.