શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય રાષ્ટ્રિય સમિતિમાં ડો. બળવંત જાની

 

અમદાવાદઃ ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, રસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ, આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડીન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ફ્.ઘ્.વ્.ચ્. વેસ્ટ ઝોન ભોપાલના પૂર્વ ચેરમેન, વર્તમાનમાં મધ્યપ્રદેશની ડો. હરિસિંહ ગૌર સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલાધિપતિ, થ્.ફ્.શ્. દિલ્હીમાં ફેકલ્ટી સિલેકશન કમિટીના મા. રાષ્ટ્રપતિના પ્રતિનિધિ સભ્ય, રાજારામ મોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અનેક યુનિવર્સિટીની સર્ચ કમિટી, તેમજ યુજીસી વાઇસ ચેરમેનની સર્ચ કમિટીમાં સદસ્યપદે રહી ચૂકેલા વર્તમાનમાં ગુજરાત સરકારની મેડિકલ અને પેરામેડિકલ કોર્સની ફી નિર્ધારણ કમિટીના સદસ્ય ‘વિદ્યાભારતી’ અને ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદ’ જેવી સંસ્થાઓમાં અખિલ ભારતીય અધિકારીપદેથી સેવારત આદરણીય ડો. બળવંતભાઈ જાનીને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સ્થાપિત થનારા ભારતીય ભાષા વિશ્વ વિદ્યાલયમાં ‘ઇન્ડિયન ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન’ સંસ્થાનના ધારા ધોરણો માટે બનાવેલી અગિયાર સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીના સભ્યપદે નિયુક્તિ અર્પી છે. બળવંતભાઈ સાથે યુ.જી.સી.ના ચેરમેન સહિત બીજા નવ સભ્યો આગામી ત્રણ માસની અવધિમાં જ અહેવાલ તૈયાર કરીને સુપરત કરશે. સમગ્ર ગુજરાત-ભારતમાંથી બળવંતભાઈ જાનીને શુભેચ્છાઓ મળી રહી છે. 

નેશનલ લેવલે અનુવાદ, ઇન્ટરપ્રિટેશન અને ભારતીય ભાષાઓના અધ્યયન, અધ્યાપન અને સંશોધન માટેની અખિલ ભારતીય કક્ષાની સંસ્થાન અસ્તિત્વમાં આવશે.