શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજી

ગાંધીનગરઃ રાજ્યની મુલાકાતે આવેલા 13થી વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યની છેલ્લા બે દાયકાની શિક્ષણ ક્ષેત્રે થયેલ પરિવર્તન અંગે તેમજ રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ’ અને ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ અંગેની તલસ્પર્શી માહિતી આ પ્રતિનિધિમંડળને આપી હતી. રાજ્યની ગુણવત્તાસભર શૈક્ષણિક પ્રવૃત્તિઓથી આ પ્રતિનિધિમંડળે પ્રભાવિત થઈને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ તેમના દેશમાં વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મુલાકાત બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here