શિક્ષક કભી સાધારણ નહિ હોતા

 

આણંદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ભારતમાં ૨૧ દિવસનો લોકડાઉન અમલમાં છે. વિદ્યાર્થીઓને કેટલીક જગ્યાએ ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે આણંદ પાસેના ગામડીના કન્યા પ્રાથમિકશાળાના આચાર્યા ડો. ઇલાબેન પરમાર એકલપંડે આણંદ અને આજુબાજુના ઝુંપડપટ્ટી વિસ્તારમાં નિઃશુલ્ક માસ્ક અને ફૂડપેકેટનું વિતરણ કરી રહ્યા છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. અત્રે ઉલ્લેખનિય છે કે ડો. ઇલાબેન પરમાર સામાજીક સેવાઓ સાથે સંકળાયેલા છે. તેઓ દાતાઓની મદદથી સ્કુલના વિદ્યાર્થીઓને તિથિ ભોજન તથા અન્ય સગવડો પુરી પાડે છે. તેઓ કરમસદ ખાતે જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટ ઘરડાઘરમાં કારોબારી સભ્ય તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ સેવાયજ્ઞમાં કરમસદના જલારામબાપા વિશ્રામ ટ્રસ્ટના પ્રમુખ સૂર્યકાન્તભાઇ પટેલે (જેક્સન) અને ભાઇલાલભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ કરમસદનો સહયોગ સાંપડ્યો છે.