શિક્ષકોને રસીમાં પ્રાથમિકતા આપો : આરોગ્યપ્રધાનઃ મનસુખ માંડવિયા

 

નવી દિલ્હી ઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોને સૂચના આપી છે કે દરેક શિક્ષકોને રસી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન પહેલાં રાજ્યોને અપીલ છે કે તમામ શિક્ષકોને રસી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે. રાજ્યો પાસે બે કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ હોવાનું માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું.

આરોગ્યમંત્રીએ શિક્ષક દિવસ પહેલા પ્રાથમિકતાના આધારે શિક્ષકોને રસી અપાવવાની  કોશિશ   કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી પહેલા ગયા વર્ષે માર્ચ મહિનામાં તમામ શાળાઓને બંધ કરવામાં આવી હતી. કેન્દ્રએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કોરોનોના સ્થિતિને અનુરુપ શાળાને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. ઘણા રાજ્યોએ તેની શરૂઆત કરી હતી પણ બીજી લહેર આવતા ફરીથી શાળાઓ બંધ કરવામાં આવી હતી