શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત અભિનયક્ષેત્રે ઝંપલાવશે?


બોલીવુડના અભિનેતા શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત અભિનયક્ષેત્રે ઝંપલાવે તેવી શક્યતા છે. મીરા રાજપૂતનું ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી પરંતુ તેને અનેક ફિલ્મોની ઓફર અગાઉ થઇ હતી, પણ તેણે નકારી હતી. એક અહેવાલ મુજબ મીરા રાજપૂત ઇન્ટરનેશનલ બેબી પ્રોડ્કટની એડથી અભિનયક્ષેત્રે ઝંપલાવશે. આ એડ ફિલ્મ માટે મીરાએ યશરાજ સ્ટુડીયોમાં તાજેતરમાં શુટીંગ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મીરા રાજપૂતે ફોરેન બેબી પ્રોડકટ માટે એડ શૂટ કરી હતી. એક જ ટેકમાં આ શૂટ ઓકે થઇ ગયું હતું. આ તેની પ્રથમ એડ હતી તેનો કોઇને વિશ્વાસ જ આવતો નહોતો. તે કેમેરાફ્રેન્ડલી છે અને આત્મવિશ્વાસથી એકિટંગ કરી હતી. (ગુજરાત ટાઇમ્સ સંકલન)