શાહીદ કપુરની આગામી ફિલ્મ કબીર સિંહનું ટીઝર રિલિઝ થયું

0
807

શાહીદ કપુર નીવડેલા અને પ્રતિભાશાળી  અભિનેતા છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરમાં ઉત્કૃષ્ટ અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ ભજવીને તેમણે પોતાની ક્ષમતા પૂરવાર કરી બતાવી છે. 2017માં રિલિઝ થયેલી બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ કબીરસિંહની હિન્દી રિમેકમાં તેઓ કબીર સિંહની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા ચે. તાજેતરમાં રિલિઝ થયેલા ફિલ્મના ટીઝરમાં તેઓ એગ્રેસિવ રૂપમાં દેખાઈ રહ્યા છે. શાહીદ કપુરની સાથે કિયારા અડવાણી હીરોઈનની ભૂમિકા ભજવી રહ્યા છે. કબીર સિંહ  તબીબ છે, પરંત સ્વભાવે એ અતિ જક્કી અને સનકી છે. પ્રેમ પામવા માટેનું પાગલપન અને વિદ્રોહ – બન્ને ખાસિયતો કબીરસિંહમાં છે. તેલુગુ ફિલ્મમાં અર્જુન રેડ્ડીએ કબીરસિંહની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે ટિકિટબારી પર પણ જબરદસ્ત આવક કરી હતી.