શાહિદ કપુરની આગામી ફિલ્મ અર્જુન રેડ્ડીની રજૂઆત માટેની તારીખ જારી કરવામાં આવી…

0
974

ખૂબજ લોકપ્રિય બનેલી તેમજ ટિકિટબારી પર નોંઘપાત્ર સફળતા મેળવનારી તેલુગુ ફિલ્મ પરથી હિન્દી માં રિમેક બની રહી છે. જેમાં હીરોની ભૂમિકામાં શાહિદ કપૂર કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન મૂળ તેલુગુ ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા જ કરવાના છે. એક  મેડિકલ સ્ટુડન્ટ પોતાની જુનિયરના પ્રેમમાં પડે છે અને કેવા સંજોગોમાં બન્નેેનો પ્રેમ અકુંરિત થાય છે તેની ફિલ્મમાં વાત કરવામાં આવી છે. આ ફિલ્મ માટે શાહિદ કપુર ખૂબ જ આશાવાદી છે.