શાહરુખ ખાન એમનો મુંબઈ સ્થિત બંગલો મન્નત વેચી રહ્યા છેઃ ચારેકોર ચાલી રહી છે ચર્ચા.. 

 

    બોલીવુડના સ્ટાર – એકટર શાહરુખ ખાન તેમનો બંગલો વેચીને દુબઈમાં સેટલ થવાની તૈયારીઓ કરી રહ્યા હોવાની અફવા ચગી રહી છે..મિડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના કારોબારી બાબા સિદી્કીના નિકટના સંબંધીએ મન્નત બંગલો 120-થી 150 કરોડમાં ખરીદ્યો છે. જોકે આ સમાચાર અંગે શાહરુખ ખાને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. 

 સફેદ આરસપહાણનો આ બંગલો શાહરુખ ખાને 2001માં બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી 13 કરોડ રૂપિયા આપીને લિઝ લીધો હતો. ચાર વરસ સુધી એમાં સુધારા- વધારા કરાયા બાદ એને મન્નત નામ આપવામાં  આવ્યું હતું.  મુંબઈ સ્થિત ફકીહ એન્ડ એસોસિયેટસે 6000, ચોરસ ફૂટના આ બંગલાને  નવો આકાર આપીને કલાસિકલ  બનાવી દીધો છે. શાહરુખ ખાન હવે દુબઈમાં સેટલ થવાનો હોવાની વાતો ઠેર ઠેર ચર્ચાઈ રહી છે.