શાળા પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ રાખવામાં આવે: શિક્ષણ મંત્રાલય

 

નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલયે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના જારી કરી છે કે પ્રથમ વર્ગમાં બાળકોના પ્રવેશ માટે લઘુત્તમ વય ૬ વર્ષ હોવી જોઇએ. શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ પ્રથમ તબક્કામાં બાળકોના શિક્ષણને મજૂબત કરવા માટે તેમની વય મર્યાદા વધારવી જ‚રી છે. કેન્દ્રએ રાજયોને પ્રશિક્ષકો માટે પ્રી-સ્કૂલ એજયુકેશન અભ્યાસક્રમમાં બે વર્ષનો ડિપ્લોમા ડિઝાઇન કરવા અને ચલાવવાની પ્રક્રિયા શ‚ કરવા પણ વિનંતી કરી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ દેશ માટે રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે પાયાના સ્તરે બાળકોની શીખવાની ક્ષમતા અને સમજણ વિકસાવવાની ભલામણ કરે છે. પ્રથમ પાયાના તબક્કામાં તમામ બાળકો (૩ અને ૮ વર્ષની વચ્ચે) પાંચ વર્ષની શીખવાની તકોનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ વર્ષ પૂર્વ-શાળા શિક્ષણ અને બે વર્ષ પ્રારંભિક પ્રાથમિક ગ્રેડ-૧, ગ્રેડ-૨નો સમાવેશ થાય છે.

પાયાના તબક્કામાં સૌથી મહત્વનું પરિબળ એ યોગ્યતા ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધતા છે જેઓ વય અને વિકાસની દ્ષ્ટિએ યોગ્ય અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રમાં ખાસ પ્રશિક્ષિત છે. ફાઉન્ડેશનલ સ્ટેજ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક એટલે કે ૨૦ ઓકટોબર ૨૦૨૨ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે, શિક્ષણ મંત્રાલયે તમામ રાજય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ વર્ષની ઉંમરે પ્રવેશ આપવાના તેના નિર્દેશનો પુનરોચ્ચાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. તે પહેલાં કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં રજૂ થનારા વિધેયકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ઇમ્પેકટ ફી સુધારા વિધેયક બિલ અને ધો.૧થી ૮માં ગુજરાતી ભાષા ફરજીયાત માટેનું બિલ લાવવા અંગેની ચર્ચાઓ કરાઇ હતી. ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદના અને સમન્વયની ભાષા છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા થઇ રહ્યા છે. જે કઇ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે. હાઇકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઇકોર્ટને કહ્યું હતું કે ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઇસ્યુ કરીશું