શાળા ખોલતાની સાથે જ કોરોના ફરી જીવલેણ બન્યો, ૧૧,૦૦૦ કરતા વધુ કેસ

 

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે કેટલાક મહિનાઓથી બંધ સ્કુલ ખોલવાની સાથે જ કોવિડ-૧૯ કેસમાં એક દિવસ બાદમાં ફરી વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં કોરોનાના ૪૦,૦૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા દેશમાં ૩૦,૯૪૧ કોરોનાના કેસ નોંધવામાં આવ્યા હતા. મંત્રાલય અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૯૬૫ નવા કોરોના કેસ આવ્યા અને ૪૬૦ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. ત્યાં આ અવધિમાં ૩૩,૯૬૪ લોકો કોરોના મહામારીને હરાવીને સમગ્ર રીતે સ્વસ્થ થઈ ગયા.

એક્ટિવ કેસની સંખ્યા ૩ લાખથી વધારે

આ નવા કેસની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩,૨૮,૧૦,૦૦૦ થઈ ગઈ છે. જેમાંથી ૪,૦૩૯,૨૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ૩,૧૯,૯૩,૦૦૦ લોકો સાજા પણ થયા છે. જોક્ દેશમાં કોરોનાના સક્રિય કેસ ૩ લાખથી વધારે છે. દેશમાં કુલ ૩ લાખ ૭૮ હજાર લોકો હજુ પણ કોરોના વાઈરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણ વધવાનુ મુખ્ય કારણ કેરળ છે. રાજ્યમાં કોવિડના ૩૦,૨૦૩ નવા કેસ સામે આવ્યા, આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૪૦,૫૭,૨૩૩ થઈ ગઈ. ૧૧૫ અને દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા ૨૦,૭૮૮ પર પહોંચી ગઈ છે.

રસીકરણમાં ભારતે રચ્યો ઈતિહાસ

ખુશીની વાત એ છે કે ભારત કોરોના રસીકરણમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં ૧.૩૩ કરોડ રસી લગાવવામાં આવી, જે અત્યાર સુધી સૌથી વધારે આંકડા છે. તાજેતરમાં જ દેશમાં કોરોનાના ૧ કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં ૬૫ કરોડ ૪૧ લાખ ૧૩ હજાર કોરોના વેક્સિનના ડોઝ આપી ચૂક્યા છે