

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ફલોરિડાની એક સ્કૂલમાં બનેલી ગોળીબારની અવિચારી ઘાતકી ઘટનાનો ભોગ બનેલા બાળકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પોતાનો અફસોસ વ્યક્ત કરતા પ્રમુખે આવી હિચકારી અને હિંસ ક ઘટનાઓ કઈ રીતે રોકીશકાય એબાબત ઉપસ્થિત પરિવારજનો , શિક્ષકો અને જનસમુદાય સલાથે વિચાર- વિમર્શ કર્યો હતો. તેમણે મોતનો ભોગ બનેલા બાળકોના માતા-પિતા પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમે સહુએ ખૂબ જકપરા- ખરાબ સમયમાંથી પસાર થયાં છે.હું ( મારું વહીવટીતંત્ર ) નથી ઈચ્છતો કે જે દુખ અનેદર્દનો તમે અનુભવ કર્યો છે તે પરિસ્થિતિનો બીજાએ પણ અનુભવ કરવો પડે.
શાણામાં અવારનવાર બનતી આવી ગોળીબારની ઘટનાઓ રોકવા બાબત એક વ્યકિતએ સૂચન કર્યું હતું કે, શાળાના જે વર્ગશિક્ષકો બંદૂક ચલાવવાની તાલીમ પામેલાં હોય તેમને સંરક્ષણ માટે બંદૂકો આપવી જોઈએ. આ બંદૂકો કલાસરૂમમાં સુરક્ષિત રીતે રખાય જેથી આવા હુમલાને અટકાવીને બાળકોનું રક્ષણ કરી શકાય. પ્રમુખે ઉપરોકત સૂચનને આવકાર્યું હતું.