શશી થરૂર, નંદકિશોર, રતિલાલ બોરીસાગરને સાહિત્ય અકાદમી એવોર્ડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ ૨૦૧૯ માટેના ૨૩ ભાષા માટેના એવોર્ડ જાહેર કર્યા છે. જેમાં પૂર્વ કેનિ્દ્રય મંત્રી શશી થરૂર, નાટ્યકાર નંદકિશોર આચાર્ય, ગુજરાત ટાઇમ્સના હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર સહિત ૨૩ હસ્તીઓને સાહિત્ય અદાકમી પુરસ્કાર ૨૦૧૯ વડે સન્માનિત કરવામાં આવશે. આગામી ૨૫મી ફેબ્રુઆર, ૨૦૨૦ના રોજ દિલ્હીસ્થિત યોજાનારા સાહિત્ય એકેડમી કાર્યક્રમમાં વિજેતાઓને તામ્રપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પીને સન્માન કરવામાં આવશે.
શશી થરૂરને અંગ્રેજી ભાષામાં લખેલા તેમના પુસ્તક ‘એન એરા ઓફ ડાર્કનેસ’ માટે જ્યારે નંદ કિશોર આચાર્યને તેમના કવિતા સંગ્રહ ‘છીલતે હુએ અપને કો’ માટે તથા હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર (ગુજરાતી)ને તેમના નિબંધસંગ્રહોની યાદી માટે પસંદગી કરાયા છે.
આ ઉપરાંત પુરસ્કાર માટે નામાંકિત થયેલા સાત કવિઓમાં ફુકન ચંદ્ર (બોડો), નંદકિશોર આચાર્ય (હિન્દી), નિલબા ખાંડેકર (કોંકણી), કુમાર મનીષ (મૈથિલી), મધુસૂદન નાયર (મલયાલમ) પન્ના મધુસુદન (સંસ્કૃત), અને અનુરાધા પાટિલ (મરાઠી)નો સમાવેશ થાય છે. જયશ્રી ગોસ્વામી મહંત (અસમિયા), એલ. બિર મંગલ સિંહ (મણિપુરી), ચો. ધર્મન (તમિલ) અને બંદી નારાયણ સ્વામી (તેલુગુ) તેમની નવલકથા માટે પુરસ્કાર મેળવશે. અકાદમીએ ટૂંકા વાર્ત ક્ષેત્રે અબ્દુલ અહદ હાજિની (કાશ્મીરી), તરૂણ કાંતિ મિશ્ર (ઓડિયા), કિરપાલ કજાક (પંજાબી), રામસ્વરૂપ કિસાન (રાજસ્થાની), કાલી ચરણ હેમ્બ્રમ (સંથાલી) અને ઇશ્વર મૂરજાણી (સિંધી)ની પસંદગી કરી છે. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં આયોજિત કાર્યકારી મંડળની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.