શરીરના અંગો પર કેવી રીતે એટેક કરે છે કોરોના? અને ધીરે ધીરે થાય છે માણસનું મૃત્યુ

 

નવી દિલ્હીઃ એક અદશ્ય દુશ્મન, કે જેણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચારેબાજુ લોકો ત્રાહિમામ છે. તે કોરોના વાઇરસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં સમગ્ર દુનિયાએ પોતાની તાકાત લગાવી દીધી છે પરંતુ કોરોનાનો હજુ કોઈ યોગ્ય તોડ સામે આવ્યો નથી. આ બધા વચ્ચે કોરોના અંગે અમે તમને નવી જાણકારી આપી રહ્યા છીએ. 

કોરોનાના ખતરનાક સ્વરૂપને સમજો…

બ્લડ સેલ્સની સપાટી પર હુમલો કરે છે કોવિડ-૧૯, શરીરના અનેક મુખ્ય અંગોને કામ કરતા બંધ કરી નાખે છે, શરીરમાં એન્ડોથીલિયમ લેયર હોય છે, બ્લડ સેલ્સ માટે સુરક્ષા કવચનું કામ કરે છે, એન્ડોથીલિયમ લેયરની અંદર સુધી પ્રવેશી જાય છે કોરોના વાઇરસ, લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે, હૃદય, કિડની, અને ઈન્ટેસ્ટાઈનમાં પરેશાની થાય છે, જરૂરી અંગો કામ કરતા અટકી જાય છે, ધીરે ધીરે માણસનું મોત થાય છે.

અત્યાર સુધી તમને એમ જ ખબર હશે કે કોરોના વાયરસ માણસના ફેફસા પર એટેક કરે છે પરંતુ શું આ વાઇરસ શરીરના બાકીના અંગોને પણ ફેલ કરી શકે છે?

આ સંલગ્ન એક નવી જાણકારી The Lancet રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટમાં રિસર્ચર્સે દાવો કર્યો છે કે કોવિડ ૧૯ બ્લડ સેલ્સની સપાટી પર હુમલો કરે છે અને શરીરના અનેક મુખ્ય અંગોને ખરાબ કરે છે. 

શરીરમાં એન્ડોથીલિયમ લેયર હોય છે જે બ્લ્ડ સેલ્સ માટે સુરક્ષા કવચનું કામ કરે છે. આ વાઇરસ આ જ એન્ડોલીથીયમ લેયરની અંદર સુધી પ્રવેશી જાય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. 

ત્યારબાદ શરીરના અલગ અલગ ભાગોમાં લોહીનું પરિભ્રમણ ધીમુ પડે છે અને લોહીનું પરિભ્રમણ ઘટતા જ હૃદય, કિડની અને ઈન્ટેસ્ટાઈન જેવા શરીરના અનેક ખાસ ભાગોમાં પરેશાની વધી જાય છે અને જરૂરી અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ત્યારબાદ વ્યક્તિનું ધીરે ધીરે મોત થાય છે.