શરદ યાદવના નિવેદનથી નારાજ વસુંધરા રાજે

0
475
Reuters

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે   પર વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે શરદ યાદવ પણ વિવાદમાં ઘેરાઈ ગયા છે. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેમણે વસુંધરા રાજે માટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, વસુંધરારાજે જાડા થઈ ગયા છે. હવે તેમને આરામ કરવાની જરૂર છે. પહેલા તેઓ ખૂબ પાતળા હતા, પણ હવે ખૂબ જાડા  -સ્થૂળકાય થઈ ગયા છે.તેમણે હવે આરામ કરવાની જરૂર છે. તેઓ થાકી ગયા છે .. વગેરે શરદ યાદવે લોકોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. શરદ યાદવના નિવેદનથી રોષે ભરાયેલા વસુંધરા રાજે કહ્યું હતું કે, શરદ યાદવે માત્ર મારું જ નહિ, દરેક મહિલાનું અપમાન કર્યું છે. તેમણે આ બાબત કાનૂની પગલાં લેવા ચૂંટણીપંચને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા નિવેદનની મને શરદ યાદવ પાસે અપેક્ષા નહોતી. આ ટિપ્પણીને કારણે હું અપમાનની લાગણી અનુભવી રહી છું. મને આશા છેકે ચૂંટણી પંચ આ પ્રકારના નિવેદનો સામે કડક પગલાં લઈને ઉદાહરણ પૂરું પાડશે.