શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાયડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા

 

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડેન સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાયડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસમાં ૧.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૯ કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાયડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

વ્પ્ક્ષ્ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફેડરલ દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે, આ ટોયલેટ વ્હાઈટ હાઉસની ઈસ્ટ વિંગમાં બનાવવામાં આવી રહ્યાં છે. આ વિશે વધારે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે, મે મહિનાના મધ્યમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. તે પહેલા ૧,૨૭,૦૦૦ ડોલર જો બાયડેનના આવ્યા પહેલા તેમના કાર્યાલયની સફાઈ માટે આપવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે જો બાયડેન ૨૦ જાન્યુઆરીના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિની પત્ની જિલ બાયડેન પ્રથમ મહિલા તરીકે એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે. વ્યવસાયે શિક્ષક જિલ પાસે ચાર ડિગ્રીઓ છે અને તે વ્હાઈટ હાઉસમાં પ્રથમ મહિલાની જવાબદારીઓને નિભાવવાની સાથે બહાર શિક્ષણ આપવાનું કાર્ય પણ કરશે. અમેરિકાના ઈતિહાસમાં જિલ બાયડેન પ્રથમ એવી મહિલા હશે જે વ્હાઈટ હાઉસની બહાર કામ કરી વેતન મેળવશે. ગત વર્ષ ઓગસ્ટમાં ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તે જો પ્રથમ મહિલા બને છે તો પણ તેમનું કામ ચાલુ રાખશે.

ટોયલેટ પર કરોડોની રકમ ખર્ચ કરવાને લઈને જો બાયડેન વિપક્ષના નિશાના પર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે આ મુદ્દા પર સાર્વજનિક રીતે કંઈ નથી કહ્યું, પરંતુ તેમના સમર્થકોએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સામે મોરચા ખોલ્યા છે. તેમનું કહેવું છે કે, શપથ ગ્રહણ કરતા પહેલા જ આ હાલ છે તો પાંચ વર્ષમાં બાયડેન દેશના શું હાલ કરશે વિચારી શકો છો. ત્યારે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કેપિટલ હિલ હિંસાને લઇને મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી એક અથવા બે દિવસમાં સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ શકે છે.