
ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નરપદેથી રાજીનામું આપી દીધા બાદ હાલમાં ફાયનાન્સ કમિશનના સભ્ય તરીકે કામગીરી સંભાળતા શક્તિકાન્ત દાસને આરબીઆઈના નવા ગવર્નર બનાવવવામાં આવ્યા હોવાનું સત્તાવાર માહિતી સૂત્રોએ જણાવ્યું હતું .તેઓ તામિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. શક્તિકાન્ત દાસ 15મા ફાયનાન્સ કમિશન તેમજ શેરપા જી- 20ના પણ સભ્ય છે. ભારતના નાણાં સચિવ તરીકે તેમણે કામ કર્યું છે. નવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજંમાં અભ્યાસ કરીને અનુસ્નાતકની પદવી લીધી હતી. ભારત સરકારના નાણાં મંત્ર્યાલય તેમજ ડિપાર્ટમે્ન્ટ ઓફ એક્સપેન્ડીચરના જોઈન્ટ સેક્રેટરી તામિલનાડુ સરકારના વહીવટીતંત્રમાં રેવન્યુ કમિશ્નર, વિભાગીય સચિવ વગેરે વિવિધ હોદા્ઓ પર નોંધપાત્ર કામગીરી બજાવી છે. ગત વરસે મોદી સરકારે લીધેલા નોટબંધીના નિર્ણયમાં પણ શક્તિકાન્ત દાસે મહત્વની ભૂમિકા નિભાવી હતી.