વ્હાઈટ હાઉસમાં યોજાયેલી ટેકનોલોજી વિષયક બેઠકમાં સત્ય નાદેલા અને  સુંદર પિચાઈને આમંત્રણ

0
925

અમેરિકાની આધુનિક ટેકનોલોજીની સુરક્ષા માટે વ્હાઈટ હાઉસમાં સિલિકોન વેલીની ગ્લોબલ કંપનીઓના સીઈઓની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેવા માટે માઈક્રોસોફટના ભારતીય – અમેરિકન સીઈઓ શ્રી સત્ય નાદેલા અને ગુગલના સીઈઓ શ્રી સુંદર પિચાઈને   આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે આયોજિત કરેલી આ બેઠકમાં અમેરિકાની નવી ટેકનોલોજીની સુરક્ષા બાબત ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ તલસ્પર્શી ચર્ચા- વિચારણા કરી હતી.