વ્હાઇટ હાઉસમાંથી બહાર થશે કમલા હેરિસ

 

વોશિંગ્ટનઃ જો બાયડેને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાથી બેદખલ કર્યા છે અને ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે. ત્યારે બાયડેન અને કમલા હેરિસ વચ્ચે તાલમેલની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી હતી. એવો પણ સમય આવ્યો હતો કે પોતાના બોસ બાયડેનના મુકાબલે હેરિસને લોકપ્રિય માનવામાં આવી રહ્યાં હતાં, જેને લઈને બાયડેન અને હેરિસે દૂરી રાખવાનું નક્કી કર્યું છે. વર્તમાન સમયમાં એવા અહેવાલ સામે આવી રહ્યા કે કમલા હેરિસને વ્હાઇટ હાઉસમાંથી બહાર કરવામાં આવશે. અમેરિકી મીડિયામાં આવી રહેલા અહેવાલો મુજબ બાયડેને રણનીતિ મુજબ હેરિસને એવા ટાસ્ક આપ્યા હતા જે સંવેદશનશીલ હતા અને તેનો ઉકેલ કરવો તલવારની ધાર ઉપર ચાલવા જેવો હતો. શરણાર્થીઓના મતાધિકાર મુદ્દો પણ એવો હતો જેણે બાયડેનની ચાલ સફળ બનાવી હતી અને હેરિસનો લોકપ્રિયતાનો ગ્રાફ ઘટયો હતો. ગયા અઠવાડિયે એક પોલમાં કમલા હેરિસની અપ્રુવલ રેટિંગ ૨૮ ટકા અને બાયડેનની ૩૮ ટકા હતી. હવે અહેવાલ સામે આવી રહ્યો છે કે હેરિસને વ્હાઇટ હાઉસમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here