વ્યક્તિ ભૂખ્યો ન સુવા તે જોવાની જવાબદારી સરકારની છે: સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હી: કોરોના બાદ લોકોની આજીવિકા પર ઘણું સંકટ આવી ગયું છે. કેટલાક ઉદ્યોગો હજી સુધી કોરોના સમયગાળા દરમિયાન લાગેલા આંચકામાંથી બહાર આવી શકયા નથી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે કોઇ પણ વ્યકિત ખાલી પેટે ન સૂવે તે સુનિશ્ર્ચિત કરવાની આપણી સંસ્કૃતિ છે અને છેલ્લા માણસ સુધી અનાજ પહોંચાડવાની જવાબદારી સરકારની છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ છેલ્લી વ્યકિત સુધી અનાજ પહોંચે તે જોવા કહ્યું. એ એમ નથી કહી રહ્યાં કે કેન્દ્ર કશું કરી રહ્યું નથી, ભારત સરકારે કોવિડ દરમિયાન લોકોને અનાજ પૂ‚ં પાડ્યું છે. આપણે એ પણ જોવું પડશે કે તે ચાલુ રહે. આપણી સંસ્કૃતિ છે કે ખાલી પેટે કોઇ સૂતું નથી. જસ્ટિસ એમ. આર. શાહ અને હિમા કોહલીની બેંચે કેન્દ્ર સરકારને ઇશરામ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતર અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા સાથેનો નવો ચાર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ત્રણ સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ, હર્ષ મંડેર અને જગદીપ છોકર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ૨૦૧૧ની વસ્તી ગણતરી બાદ દેશની વસ્તી વધી છે અને (ટઊફઅ) હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. 

વધુમાં તેમણે કહ્યું કે જો તેનો અસરકારક રીતે અમલ કરવામાં નહીં આવે તો ઘણા લાયક અને જ‚રિયાતમંદ લાભાર્થીઓ કાયદા હેઠળના લાભોથી વંચિત રહી જશે. એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે સરકાર દાવો કરી રહી છે કે તાજેતરના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે, પરંતુ વૈશ્ર્વિક ભૂખ સૂચકાંકમાં ભારત ઝડપથી નીચે આવ્યું છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ ઐશ્ર્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે (ટઊફઅ) હેઠળ ૮૧.૩૫ કરોડ લાભાર્થીઓ છે, જે ભારતીય સંદર્ભમાં પણ આ બહુ મોટી સંખ્યા છે. ઐશ્ર્વર્યા ભાટીએ કહ્યું કે ૨૦૧૧ની વસ્તી ગણતરીએ સરકારને લાભાર્થીઓની યાદીમાં વધુ લોકોને ઉમેરવાથી રોકી નથી, જે વધી રહી છે. ભૂષણે હસ્તક્ષેપ કરીને કહ્યું કે ૧૪ રાજયોએ એફિડેવિટ દાખલ કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના અનાજનો ક્વોટા સમાપ્ત થઇ ગયો છે.