વોશિગ્ટનઃ ભારત અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણોના 20મા વર્ષે અમેરિકી થિન્ક ટેન્ક દ્વારા પુનરવલોકન રજૂ કરવામાં આવ્યું હતું.

ભારત-પાક પરમાણુ પરીક્ષણની 20મા વર્ષે પુનરવલોકન રજૂ કરતી યુએસ થિન્ક ટેન્ક યુએસ ઇન્ડિયા સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ (હેન્રી જે. હાઇડ યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા પીસફુલ એટમિક એનર્જી કો-ઓપરેશન એક્ટ ઓફ 2006) પર હસ્તાક્ષર કરતા પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ. કોન્ગ્રેસમેન જોસેફ ક્રાઉલી (ડી-ન્યુ યોર્ક) સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીસા રાઇસ (ડાબેથી ત્રીજા), અને વાઇસ પ્રેસિડન્ટ ડીક ચેની (જમણે) તેમ જ અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત રોનેન સોન (જમણેથી બીજા) નજરે પડે છે.

વોશિંગ્ટનમાં આવેલી થિન્ક ટેન્ક ધ સ્ટીમસન સેન્ટર દ્વારા 29મી મેએ સ્પેશિયલ વિડિયો સિરીઝ ‘રેટ્રોસ્પેકિટવ્સ ઓન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’ઝ મે 1998 ન્યુક્લિયર ટેસ્ટ્સ’ રજૂ કરાઈ હતી. આ સિરીઝની શરૂઆત ભારત અને પાકિસ્તાનનાં પરમાણુ પરીક્ષણોને અનુસરીને અમેરિકી ડિપ્લોમસીમાં સંકળાયેલા ત્રણ મહાનુભાવોની મુલાકાત સાથે થાય છે. આ ત્રણ મહાનુભાવોમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટ્રોબ તાલબોટ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટમાં નોનપ્રોનલાઇફરેશન એન્ડ આર્મ્સ કંટ્રોલ માટેના પૂર્વ ખાસ સલાહકાર રોબર્ટ આઇનહોર્ન અને ભૂતપૂર્વ સેન્ટકોમ કમાન્ડર જનરલ એન્થની ઝીનીનો સમાવેશ થાય છે.
આઇનહોર્નનો ઇન્ટરવ્યુ હવે યુટયુબ પર ઉપલબ્ધ છે. અન્ય બે ઇન્ટરવ્યુ જૂનના મધ્ય ભાગમાં ઉપલબ્ધ કરાશે તેમ સ્ટીમસન સેન્ટરની અખબારી યાદી જણાવે છે. પરમાણુ પરીક્ષણો પછી પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટને તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટ્રોબ તાલબોટને ભારત-પાકિસ્તાનમાં વરિષ્ઠ સત્તાવાળાઓ સાથે ‘વ્યૂહાત્મક સંવાદો’ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ક્લિન્ટન વહીવટી તંત્ર બન્ને દેશોના કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ-બાન ટ્રીટી, બેલેસ્ટિક મિસાઇલો પર મર્યાદા રાખવા બાબતે હસ્તાક્ષર કરવા માગતું હતું. ભારત અને પાકિસ્તાને કેટલાંક વિશ્વાસપાત્ર પગલાં લીધાં હતાં અને તેનો અમલ કર્યો હતો.
ધ સ્ટીમસન સેન્ટરના સાઉથ એશિયા પ્રોગ્રામ દ્વારા ઓપન ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો છેઃ ‘ન્યુક્લિયર સાઉથ એશિયાઃ એ ગાઇડ ટુ ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ બોમ્બ’ જે નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જેમાં સાડા આઠ કલાકની વિડિયો કન્ટેન્ટ અને ફીચર્સનો સમાવેશ થાય છે અને 80 જાણીતા સ્કોલરો અને પ્રેક્ટિશનરો, 1500 વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજો કોર્સ આગામી વર્ષે રિલીઝ કરાશે. સ્ટીમસન સેન્ટરના
કો-ફાઉન્ડર માઇકલ ક્રેપોન દ્વારા હસ્તાક્ષર કરાયેલી અખબારી યાદી મુજબ અમને આશા છે કે ન્યુક્લિયર સાઉથ એશિયાના વિદ્યાર્થીઓ આ તકનો લાભ લેશે.