વોટસએપ તરફથી ભારત સરકાર વિરુધ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…

 

   વોટ્સએપ ભારત સરકારની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારે ઘડેલા નવા નિયમોથી યુઝર્સની પ્રાયવસીનો ભંગ થશે, એટલું જ નહિ, સરકારના આ નિયમને કારણે નાગરિકના બંધારણીય અધિકારમાં હસ્તક્ષેપ થઇ રહ્યો છે. આ ફરિયાદમાં સરકારને આજથી જારી થનારા નવા નિયમો લાગુ ન કરવાની માગણી કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ સરકારે ફેસબુકના માલિકી હકવાળી કંપનીઓને પ્રાઈવસીના નિયમથી હટવા માટે જણાવ્યું છે. સરકારનો નવો નિયમ એ ભારતના બંધારણ અંતગર્ત, આપવામાં આવેલા પ્રાયવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સરકારના નવા નિયમ અનુસાર, જયારે સરકાર માગણી કરે ત્યારે સોશ્યલ મિડિયા કંપનીઓેએ કોઈ માહિતીને સૌ પહેલા શેયર કરવાવાળાની ઓળખ આપવી પડશે. કાનૂન અનુસાર, વોટ્સએપે માત્ર એવા લોકોની ઓળખ બતાવવાની છે જેમના પર ખોટી માહિતી આપવાનો વિશ્વસનીય આરોપ મૂકવામાં આવ્યો હોય, પરંતુ વોટ્સએપ એવી દલીલ કરે છે કે, તે આવું કરી ન શકે. વોટસએપના જણાવ્યા અનુસાર, અમારા મેસેજ એન્ડ ટુ એન્ડ એન્ક્રપ્ટેડ (કૂટ ભાષામાં) હોય છે. વોટસએપનું કહવું છે કે, નવા નિયમોનું પાલન કરવા માટે અમને મેસેજ  પ્રાપ્ત કરવાવાળાઓ માટે અને મેસેજને સૌથી પહેલા શેયર કરવાવાળા માટે આ એન્ક્રપ્શનને બ્રેક ( તોડવું ) પડશે. આ અરજીની સુનાવણી દિલ્હીની હાઈકોર્ટ કયારે કરશે તે જાણી શકાયું નથી.