વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ શાહનું અવસાન

0
821

 


ન્યુ યોર્કઃ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ આઇ. શાહનું 12મી ફેબ્રુઆરીએ અવસાન થયું છે. ટૂંકી બીમારીને કારણે અવસાન પામેલા જયેશભાઈ શાહની અંતિમવિધિ ભારતમાં કરાશે. તેઓ અગ્રણી વૈષ્ણવ, વૈષ્ણવ ટેમ્પલના બોર્ડ ઓફ ટ્રસ્ટી અને સામુદાયિક અગ્રણી હતા. તેઓ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ચુસ્ત સમર્થક હતા, તેમના પર પુષ્ટિકુળના આશીર્વાદ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ઘણું મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. તેમણે મંદિરને આપેલી સેવાઓ બદલ મંદિર તેમનું આભારી છે. તેમણે મંદિરના પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી હતી અને ઘણાં વર્ષો સુધી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પણ રહ્યા હતા. ભગવાન શ્રીનાથજી સદ્ગતના આત્માને શાંતિ અર્પે. જયેશભાઈ શાહનો પરિવાર અમેરિકા પાછો આવશે પછી વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્ક પ્રાર્થનાસભાનું આયોજન કરશે.