વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી ગોસ્વામીને પ્રતિષ્ઠિત કોંગ્રેસનલ એવોર્ડ પ્રદાન

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીમાં રેરિટનમાં છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન આયોજિત દ્વિતીય આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ અધિવેશનમાં સંતો, સામુદાયિક અગ્રણીઓ સહિત દસ હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી, બીએપીએસના બ્રહ્મવિહારી સ્વામી, આચાર્ય લોકેશકુમાર, સ્વામી વિશ્વવેશ્વરાનંદ, સંતો, અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિશ્વશાંતિ, સુખ અને માનવતાના પ્રચારના સંગઠન માટે યોજાયેલા આ સંમલેનમાં વ્રજરાજકુમાર મહોદયને કોંગ્રેસનલ રેકગ્નિઝેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ન્યુ યોર્ક સ્ટેટ કોંગ્રેસમેન થોમસ સુઓઝી તરફથી સાઉથ એશિયન કોમ્યુનિટી લીડર અને નસાઉ કાઉન્ટીના ભૂતપૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર તેમ જ વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન તથા વૈષ્ણવ ટેમ્પલ ન્યુ યોર્કના દિલીપ ચૌહાણના હસ્તે એનાયત થયો હતો. આ પ્રસંગે ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહ, વૈષ્ણવ ટેમ્પલ ન્યુ યોર્કના પ્રેસિડન્ટ અનિલ શાહ, વિનોદ શાહ, કેની દેસાઈ, ડો. નવીન મહેતા, ડો. શીતલ દેસાઈ, ડો. રેણુકા શાહ સહિતના સામુદાયિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.