વૈશ્વિક શાંતિઃ ન્યુ જર્સીમાં ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશનનું પ્રથમ વાર્ષિક અધિવેશન

0
932


ન્યુ જર્સીમાં ફોર્ડ્સમાં ધ ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક ગ્લોબલ પીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તસવીરમાં ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન મીટમાં પ્રમોદ ભગત (જમણે)નું સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તસવીરમાં ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશનમાં (વચ્ચે) ચિન્ટુ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ફોર્ડ્સ, ન્યુ જર્સીઃ ધ ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા ન્યુ જર્સીમાં પ્રથમ વાર્ષિક ગ્લોબલ પીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર ‘ન્યુ ઇન્ડિયા’ માટે ગ્લોબલ મુવમેન્ટમાં યુવાપેઢી, સંસ્કૃતિ અને માધ્યમોની ભૂમિકાને લગતી પેનલ ડિસ્કશન હતી.
આ કોન્ફરન્સનું આયોજન પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને ન્યુ જર્સીના ફોર્ડ્સમાં રોયલ આલ્બર્ટ્સ પેલેસના માલિક આલ્બર્ટ જસાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં ભાજપના નેશનલ એકિઝકયુટિવ મેમ્બર ડો. ઉદિત રાજ, ઉત્તરાખંડ ભાજપના પ્રેસિડન્ટ અજય ભટ્ટ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સીઇઓ ચિન્ટુ પટેલ, દૂરદર્શનના ન્યુઝ એન્કર અશોક શ્રીવાસ્તવ, સ્નેહા ભટ્ટ, કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન (ડી-એનજે), ડો. સુધીર પરીખના પુત્ર રવિ પરીખ, ડો. સુધીર પરીખના પુત્રી ડો. પૂર્વી પરીખ, ડો. સુધા પરીખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વૈશ્વિક શાંતિ માટે આયોજિત પ્રાર્થનામાં પદ્મશ્રી ડો. સુધીર પરીખ, તેમના ધર્મપત્ની ડો. સુધા પરીખ, ડો. ભરત બારાઇ અને સમુદાયના અગ્રગણ્ય સભ્યો જોડાયા હતા.

કોન્ફરન્સની શરૂઆત વિશ્વ કલ્યાણ શાંતિ યજ્ઞ સાથે થઇ હતી જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થનામાં પદ્મશ્રી ડો. સુધીર પરીખ, તેમના ધર્મપત્ની ડો. સુધા પરીખ, ડો. ભરત બારાઇ અને સમુદાયના અગ્રગણ્ય સભ્યો જોડાયા હતા.
વિશ્વ કલ્યાણ શાંતિ યજ્ઞ થકી ઉપસ્થિત તમામ મહાનુભાવોને આંતરિક શાંતિ અને આત્મજ્ઞાનનો અનુભવ થયો હતો. અજય ભટ્ટે જણાવ્યું હતું કે શા માટે આત્મજ્ઞાનનો કન્સેપ્ટ આજે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તમને ખબર નથી કે કઇ પ્રક્રિયા તમારા જીવનને આગળ લઇ જશે.
ડો. રાજે જણાવ્યું હતું કે દુનિયામાં પૈસાની ભૂખના કારણે જયાં જુઓ ત્યાં વૈશ્વિક શાંતિ છિનવાઇ ગઇ છે. ભારતમાં નાણાના વિતરણમાં ખૂબ જ અસમતુલા છે, દેશમાં ફક્ત એક ટકા વસતિ પાસે 73 ટકા સંપત્તિ છે.
ડો. રાજે જણાવ્યું હતું કે ભારતમાં માધ્યમો ભારતની ખરાબ બાજુ દર્શાવે છે, જે બાબતે શ્રીનિવાસન અમુક અંશે સંમત થયા હતા.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમે કયારેય મહેન્દ્ર સિંહ મકરાણા વિશે સાંભળ્યું છે? મોટાભાગે ના, કારણ કે તે લોકપ્રિય થવાને લાયક નથી. આ એવી વ્યક્તિ છે જેણે કહ્યું હતું કે જયારે પદ્માવત રિલીઝ થશે ત્યારે તે દીપીકા પાદુકોણેનું નાક કાપવા જશે. આ કહેવાથી માધ્યમોએ મહેન્દ્રસિંહ મકરાણાને સ્ટાર બનાવી દીધો હતો અને બે અઠવાડિયા સુધી મોટાભાગની ન્યુઝ ચેનલોમાં ચમક્યો હતો.
હવે ભારત માટે ભારતીય-અમેરિકનો શું કરી શકે છે તે વિશે પટેલે જણાવ્યું હતું કે હું વિચારું છું કે આપણે બધાએ આપણા દેશ માટે કંઇક કરવું જોઇએ. હું ભારતને દેવકી માતા અને અમેરિકાને આપણા યશોદા માતા તરીકે હંમશા નિહાળું છું. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે વધુ ઓફર કરવા બંને દેશો પાસે ઘણુંબધું છે. ભારતમાં આપણે હંમેશા દરેક બાબતમાં સકરારની ટીકા કરીએ છીએ, પરંતુ આપણે ભારતના નાગરિકો તરીકે, ભારતના વૈશ્વિક નાગરિકો તરીકે, આપણે ઘણુંબધું કરી શકીએ છીએ કે ભારતના દરેક નાગરિકને ખોરાક-ચોખ્ખું પાણી-આશ્રય અને-જરૂરી આરોગ્યલક્ષી સેવા પ્રાપ્ત થઇ શકે.

તેમણે જણાવ્યું હતું કે એનજીઓ તરફથી મળતાં નાણાંમાંથી જરૂરિયાતમંદ વસતિના કુલ પાંચ ટકા લોકો સુધી જ પહોંચે છે. આપણે આ બધા મોટી સમસ્યાઓ છે પરંતુ આપણી પાસે મજબૂત વારસો અને સંસ્કૃતિ છે. આપણે આમાંથી બહાર આવી શકીએ છીએ અને એક દિવસ ભારતને શક્તિશાળી વૈશ્વિક નેતા બનાવી શકીએ છીએ.

ડો.પૂર્વી પરીખે વકતવ્ય આપતાં કઝાું હતું કે, હું અને મારો ભાઈ બન્ને ખરેખર ભાગ્યશાળી છીએ કે અમારો ઉછેર ન્યુજર્સીમાં થયો છે . ન્યુજર્સીમાં વિશાળ ભારતીય સમુદાય રહે છે. એમની સાથે રોજિંદા આદાન -પ્રદાનને કારણે જ અમે ભારતીય સંસ્કૃતિથી પરિચિત થયાં એમ કહવું એ પૂરતું નથી. હકીકત  એ છેકે અમારા માતા-પિતા , વડીલો અને તેમનો મિત્રવર્ગ હંમેશા ભારત માટે યોગદાન કરતો રહ્યો છે. એ વાતાવરણમાં અમારો ઉછેર થયો છ ેઅને એમાંથી અમે ભારતીયતાના સંસ્કાર મેળવ્યા છે. જયારે આ પ્રકારના વાતાવરણમાં આપણું ઘડતર થયું હોય ત્યારે તમેે સહજ રીતે એવાત શીખી લો છો કે
તમારે તમારા સમાજને કશુંક યોગદાન કરવાનું જ છે.. સમાજને આપવાનું છે. હુ અને મારો ભાઈ- અમે
બન્ને અમારા માતા-પિતાએ અપનાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પદ્મશ્રી ડો. સુધીર પરીખ ગ્લોબલ પીસ કોન્ફરન્સમાં પ્રવચન આપી રહ્યા છે. તસવીરમાં (ડાબેથી જમણે) કુમાર રાકેશ, ચિન્ટુ પટેલ, ડો. ઉદિત રાજ, અજય ભટ્ટ, ડો. વિઠ્ઠલ ધડુક, ડો. રાજ ભાયાણી, ડો. ભરત બારાઇ અને આલ્બર્ટ જસાણી નજરે પડે છે.

ડો. સુધીર પરીખે પોતાના પ્રવચનમાં ભારતના કલ્યાણમાં પ્રદાન કરવા માટે પરોપકારી-સેવાભાવી પ્રવૃત્તિ-દાનની જરૂરિયાત પર ભાર મુકયો હતો. તેમણે ભારતની પ્રગતિ અને વિકાસને વૈશ્વિક સ્તરે લઇ જવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે તાજેતરમાં મેં ન્યુયોર્ક થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા’સ ગ્લોબલ ડેવલપમેન્ટ લોન્ચ કરી છે, જે ભારત વિશે, તેની સિદ્ધિઓ અને પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. વિકસિત દેશ બનવા માટે કેવી રીતે મજબૂત લડત આપે છે તે જણાવ્યું હતું. ઘણા વર્ષોથી, ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા અને સમર્પણથી ખૂબ પ્રભાવિત થયો છું. હિમાલય પ્રદેશમાં મહિલાઓના પડકારો વિશે ચર્ચા કરવા માટે 2015માં ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશને સેમિનાર અને પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું. આ વર્ષે ન્યુ જર્સીમાં પ્રાર્થના અને યોગ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. અને આજે દુનિયાના દરેક હિસ્સામાં વિવાદો અને સંઘર્ષ ચાલે છે ત્યારે દુનિયા માટે જરૂરી છે. આ પ્રકારની પહેલના કારણે શાંતિ અને સંવાદિતા માટે ગ્લોબલ એજન્ડા સાથે ભારતને પ્રોજેક્ટ કરી શકાય છે, એટલું જ નહીં, આપણે આપણા મિત્રો અને સંગઠનોને ખાતરી આપી શકીએ છીએ કે ભારત સાથે મિત્રતા થકી દુનિયાને આપણા બધા માટે વધુ સારું સ્થળ બનાવી શકીએ છીએ.
ડો. સુધીર પરીખે ભારતીય અમેરિકન યુવાપેઢીને આગળ આવવાની અને તેઓના માતાપિતામાંથી પ્રેરણા લઇને ભારતને મદદરૂપ થવાની હાકલ કરી હતી. ભારતીય-અમેરિકન યુવાનોની બીજી પેઢી પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલી રહે અને ભારતને મદદરૂપ થવા-વિકસાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે તે જરૂરી છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે ઘણા યુવા ભારતીય-અમેરિકનો ભારત પરોપકારી પ્રવૃત્તિઓમાં રસ લઇ રહ્યા છે.
કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન (ડી-એનજે)એ 1993માં ઇન્ડિયા કોકસની સ્થાપના કરી હતી જેના હાલમાં 170 સભ્યો છે. ફ્રેન્ક પેલોને જણાવ્યું હતું કે અહિંસા ભારત અને ભારતીયોના જુસ્સામાં છે. મહાત્મા ગાંધીએ અપનાવેલા અહિંસાના માર્ગે ભારતીયો ચાલી રહ્યા છે.
વક્તાઓ અને પસંદગીના મહેમાનોના સન્માન સાથે કોન્ફરન્સની પૂર્ણાહૂતિ થઇ હતી. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા)

 

પરીખ વર્લ્ડવાઇડ મીડીયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી અને ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશનના મેમ્બર પદ્મશ્રી ડો. સુધીર પરીખ માનવંતા મહેમાનો અને વક્તાઓનું સન્માન કરી રહ્યા છે. તસવીરમાં (ડાબેથી જમણે) ચિન્ટુ પટેલ, અજય ભટ્ટ, પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ડો. ઉદિત રાજ, આલ્બર્ટ જસાણી, ડો. રાજ ભાયાણી, શોભના પટેલ અને ડો. ભરત બારાઇ.