વૈશ્વિક નહિ, ભારતમાંથી થતી આવક પર વેરો લાગશેઃ નિર્મલા સીતારામન

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે કહ્યું હતું કે બિનરહીશ ભારતીયો (ફ્ય્ત્)ની વૈશ્વિક રીતે દેશ બહારથી મેળવેલી આવક પર વેરો- આવકવેરો લાદવાનો કોઈ ઇરાદો નથી અને માત્ર ભારતમાંથી ઊભી થતી તેમની આવક જ કરપાત્ર છે. બજેટ રજૂ થયા બાદ એવી મૂંઝવણ ઊભી થઈ હતી કે ફ્ય્ત્ની અન્ય દેશમાંથી (વિશ્વની આવક) થતી આવક પર કર જવાબદારી રહેશે કે નહિ. રવિવારે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ સૂચિત જોગવાઈ હેઠળ ભારતના માનદ નાગરિક બનેલા ભારતીય નાગરિકના કિસ્સામાં, તેના દ્વારા ભારતની બહારની કમાયેલી આવક પર ભારતમાં કર વસૂલ કરવામાં આવશે નહિ, સિવાય કે તે ભારતીય કારોબાર અથવા વ્યવસાય દ્વારા કરવામાં આવી ન હોય. જો જરૂરી બનશે તો કાયદાની સંબંધિત જોગવાઈમાં જરૂરી ખુલાસો સામેલ કરવામાં આવશે. જોકે બજેટ પછીની ચર્ચામાં માધ્યમો સાથે વાત કરતાં સીતારામને કહ્યું હતું કે અમે જે કરી રહ્યા છીએ એ એમ છે કે ફ્ય્ત્ દ્વારા ભારતમાંથી સર્જન થતી આવક કરપાત્ર છે. જો તે એવા કાર્યક્ષેત્રમાંથી કંઈક કમાણી કરશે, જ્યાં કરવેરો ન હોય તો હું શા માટે એનો સમાવેશ કરું, જે ત્યાં ઉપાર્જિત થઈ હોય. 

તેમણે ઉમેર્યું હતું કે તમારી મિલકત અહીં હોય અને તમે ભાડે આપી હોય પણ તમે ત્યાં રહો છો એ કારણે એ ભાડાંની આવક ત્યાં લઈ જાઓ અને ત્યાં કરવેરો ન ચૂકવો અને અહીં પણ વેરો ન ચૂકવો, ભારતમાં આ મિલકત આવેલી છે એથી મને વેરાનો  સ્વાયત્ત અધિકાર મળે છે. તમે જે દુબઇમાં કમાણી કરો છો એના પર હું કોઈ કર નથી લગાડી રહી, પણ તમે જે મિલકતને અહીં ભાડે આપી છે અને તમે ફ્ય્ત્ પણ હો, તમે ત્યાં રહેતા હો તોપણ આવક અહીંથી અર્જિત થાય છે. 

બજેટમાં એવું સૂચન કરાયું હતું કે એવો ભારતીય  નાગરિક કે જે કોઈપણ દેશ કે કાર્યક્ષેત્રમાં કરપાત્ર નથી એ ભારતીય રહેવાસી માનવામાં આવશે. નાણામંત્રાલયના નિવેદનમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે કેટલાક ભારતીય નાગરિક ભારતમાં કર ભરવાનું ટાળવા માટે ઓછા કરવાળા કે કર વિનાના દેશો કે ક્ષેત્રમાં રહેવાનું બદલી રહ્યા છે. બજેટમાં તેમણે એવી દરખાસ્ત કરી હતી કે ભારત સિવાય કોઈપણ દેશમાં આવકવેરો ન ચૂકવતા હોય તેવા બિનરહીશ ભારતીયો (ફ્ય્ત્)ને હવે ભારતમાં કર ચૂકવવાનો રહેશે. હાલમાં ભારતીય કે ભારતીય મૂળના હોય તેવા ભારતમાં નિશ્ચિત સમય સુધી રહેવા છતાં બિનરહીશ ભારતીય (ફ્ય્ત્) તરીકેનો દરજ્જો મેળવી શકે છે અને તેમની વિશ્વમાંથી કમાણી થયેલી આવક કરપાત્ર રહેતી નથી. જોકે હેવાલો મુજબ કેન્દ્રીય બજેટમાં એવી જોગવાઈ દાખલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે એવા દરેક ભારતીય નાગરિક કે જે અન્ય દેશમાં વતનના હિસાબે કરપાત્ર નથી તેમને ભારતના રહેવાસી માનવામાં આવશે. એ રીતે તેમની વૈશ્વિક કમાણી ભારતમાં કરપાત્ર માનવામાં આવશે. આ સિવાય એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે ભારતીય મૂળમાંથી બિનરહીશ ભારતીયની શ્રેણીમાં આવનારી વ્યક્તિનો ભારતમાં રહેવાનો સમયગાળો હવે ૧૮૨માંથી ઘટીને ૧૨૦ દિવસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here