વેસ્ટઈન્ડિઝ સાથેની મેચ માટે ટેસ્ટ, વન-ડે અને ટી-20ની ત્રણે શૃંખલામાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવવાના નિર્ણયની દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસકરે ટીકા કરી, એનો વિરોધ કર્યો.. પણ પસંગદી કમિટીના નિર્ણયને ખરો ગણાવીને ભૂતપર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પસંદગી સમિતિનો બચાવ કર્યો ….

0
1617

     ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝ સાથે રમવા માટે ઉપડી ગઈછે. એ અગાઉ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે તેમને કોઈ મતભેદ કે ઝઘડો નથી એવો ખુલાસો કર્યો હતો.વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું અને સ્પઘાૅમાંથી બહાર ફેંકાઈ ગયું હતું, તેમ હારનો દોષ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર ઢોળવામાં આવ્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીને યોગ્ય ક્રમમાં રમવા મોકલવામાં ના આવ્યો તેને કારણે ભારતે પરાજયનો સામનો કરવો પડયો, એવું અનેક ક્રિકેટ ચાહકો માની રહ્યા છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, વિરાટ કોહલીને વેસ્ટઈન્ડિઝ સાથે્ની મેચમાં કેપ્ટન નહિ બનાવાય, પણ એવું બન્યું નથી. સુનિલ ગાવસકરે વિરાટ કોહલીને ફરી કેપ્ટન બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે સંજય મંજરેકરે ભારતના વિશ્વકપની મેચોમાંના પરફોર્મન્સને સારું ગણાવીને વિરાટનો જાહેરમાં બચાવ કર્યો હતો.