વેક્સિન મૂકવા આવનારાઓ માટે સોનાની ગિફ્ટ અને ભોજનની વ્યવસ્થા

 

રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. મંગળવારે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ ૧ લાખને પાર થઈ ગયા છે. એકબાજુ કેસો વધી રહ્યા છે તો બીજી બાજુ લોકો કોરોના રસી લેવા પણ પહોંચી રહ્યા છે. ત્યારે લોકો વધુ સંખ્યામાં રસી લે તેવા આશયથી રાજકોટની એક સામાજિક સંસ્થાએ ‘ભુખ્યા પેટે વેક્સિન નહિ’નું સુત્ર અપનાવ્યું છે. વેક્સિન કેમ્પમાં વેક્સિન મુકાવવા આવનાર લોકોને ભરપેટ ભોજન કરાવ્યા બાદ વેક્સિન મુકે છે. જેને કારણે આ વેક્સિન કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેની નોંધ સુરતનાં ઘારાસભ્ય હર્ષ સંઘવીએ લીધી અને ટ્વિટ કરી સંસ્થાની કામગીરીની પ્રસંસા કરી હતી.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સામાજીક સંસ્થાઓને સાથે રાખીને વધુમાં વધુ લોકો વેક્સિન લે તેથી અલગ અલગ સમાજનાં વેક્સિનેશન કેમ્પ કરી રહ્યા છે. રાજકોટનાં જૈન વિઝન ગ્રૃપ દ્વારા જૈન સમાજનાં લોકો માટે બે દિવસીય વેક્સિનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૧૩૦૦ કરતા વધુ લોકોએ વેક્સિન મુકીને સુરક્ષીત થયા હતા.

જૈન વિઝન ગ્રુપનાં આગેવાન મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી સવારે ૮ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જોકે રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સિનેશન કેમ્પમાં સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો સ્વયંભૂ વેક્સિન લેવા પહોંચ્યા હતા. કારણ કે વેક્સિન લીધા બાદ ત્યાં ગિફ્ટ મળી રહી 

હતી.