વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતે કમર કસી, ૪૫ વર્ષથી ઉપરના લોકોને એપ્રિલથી રસી

 

ગાંધીનગરઃ રસી આવી તેમ છતાં કેમ કોરોના કમજોર નથી પડ્યો? શું રસીકરણ ધીમું છે કે તમામ લોકો રસી નથી લઈ રહ્યા તે મોટું કારણ છે? કે પછી કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન અને નવા વેરિએન્ટ આવતાં વધુ વકરી રહ્યો છે કોરોના? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને સૂચના આપી છે કે વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવે. આ માટે ગુજરાતે પણ કમર કસી છે અને ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના તમામ સામાન્ય લોકો રસી લે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી છે. 

ગુજરાતમાં ૪૫ વર્ષથી વધુના તમામ લોકોને રસી અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને આહ્વાન કર્યું છે. ગુજરાતના તમામ લોકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાય તે માટે અપીલ કરીને કહ્યું કે, રસીકરણ મહાઅભિયાનથી કોરોના હારશે, ગુજરાત જીતશે. 

નીતિન પટેલે કહ્યું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આવામાં જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ કરું છું. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું. 

ગુજરાતમાં વક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આથી જ હવે વડા પ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે ગુજરાતમાં કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડા પ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવેશનાર લોકો માટે ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ ફરજિયાત કરાયો છે. ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ વગર ગુજરાતમાં પ્રવેશ નહિ મળે. રાજ્ય બહારથી આવતા લોકોએ ય્વ્ભ્ઘ્ય્ બતાવવો પડશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રથી આવતા લોકોને હવે ગુજરાતમાં એન્ટ્રી પહેલા ટેસ્ટ બતાવવો પડશે. ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ નેગેટિવ આવશે તેને જ ગુજરાતમાં પ્રવેશ મળશે. સાથે જ અન્ય રાજ્યમાં