વેક્સિનનું ઉત્પાદન રાતોરાત વધારવું અશક્ય

 

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ વપરાશમાં લેવાતી કોરોનાની વેક્સિનનું ઉત્પાદન કરતી સિરમ ઈનિ્સ્ટટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ એમ કહીને વેક્સિનનું ઉત્પાદન રાતોરાત વધારવાનું નકારી કાઢ્યું હતું કે વેક્સિનનું ઉત્પાદન એક વિશેષ પ્રક્રિયા છે. કંપની દ્વારા આવનારાં થોડાક જ મહિનામાં સરકારને વેક્સિનના ૧૧ કરોડ ડોઝ પૂરા પાડવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ભારતની જનસંખ્યા ખૂબ મોટી છે  એ તમામ માટે વેક્સિનના પૂરતા ડોઝનું ઉત્પાદન કરવું એ કોઈ સરળ વાત નથી.

જોકે, હાલ લંડન રહેતા પુનાવાલાએ કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવાનાં બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મારા નિવેદન અયોગ્ય રીતે ટાંકવામાં આવવાથી થયેલા વિવાદ અંગે હું થોડી સ્પષ્ટતા કરવા માગું છું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ તો એ સમજી લો કે વેક્સિનનું ઉત્પાદન વિશેષ પ્રક્રિયા છે અને એટલે જ રાતોરાત તેનું ઉત્પાદન વધારવું શક્ય નથી તેમ જ ભારતની લોકસંખ્યા પણ ખૂબ મોટી છે અને એ તમામ માટે વેક્સિનના પૂરતા ડોઝનું ઉત્પાદન કરવું એ કોઈ સરળ વાત નથી. ઓછી વસતિ ધરાવતા વિશ્વના અનેક વિકસિત દેશો અને અત્યાધુનિક મળખાકીય સુવધિાઓ ધરાવતી કંપનીઓ પણ વેક્સિનના ઉત્પાદનને મામલે ઝઝુમી રહી છે, એમ તેમણે કહ્યું હતું. સરકાર તરફથી અમને આર્થિક સહિત તમામ બાબતે સહકાર મળી રહ્યો છે.