વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ ઓમિક્રોનનો વઘુ ખતરો

 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ઓમિક્રોન પર કોરોનાની રસીની અસર અંગે એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસનું પરિણામ સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. ઓક્સફર્ડના સંશોધકોએ જણાવ્યું કે જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેમને પણ ઓમિક્રોન થવાનો ખતરો વઘુ રહેલો છે. 

એન્ટિબોડી  એટલેકે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગયા પછી ફરીથી ચેપ લાગવાની શક્યતાઓ વઘી જાય છે. તેઓએ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ અથવા ફાઈઝર-બાયો એન્ટેકના બે ડોઝ લીધા હોય તેવા લોકો પાસેથી લોહીના સેમ્પલ એકત્રિત કરી આ અભ્યાસ કર્યો હતો. રસીકરણ કરાયેલા લોકોના લોહીના નમૂનાઓ પરથી જાણવા મળ્યું કે આ લોકોમાં ઓમિક્રોન સામે લડવા માટે પૂરતી એન્ટિબોડીઝ ન હતી. એટલે કે રસીના બંને ડોઝ લીઘા બાદ પણ ઓમિક્રોન સામે તેઓ રક્ષણ મેળવી શકતા ન હતાં. જોકે ઓમિક્રોન વેરિઅન્ટની અસરને વધુ સારી રીતે સમજવામાં હજુ થોડાક અઠવાડિયા લાગી શકે એમ છે.

એક તરફ કે જયાં કોરોનાના આ નવા વેરિયંટ સામે રસીની અસર ઓછી દેખાય આવી છે ત્યાં બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે આ કોરોનાની રસીઓના બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સામે લડવા માટે સક્ષમ છે. સિ્ક્રટેને જણાવ્યું કે રસી લીધેલ લોકોમાં હજુ સુઘી આ વેરિયંટના કારણે ગંભીર બીમારી અથવા મૃત્યુના જોખમના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ આપણે સાવધાની રાખવી જોઈએ.

યુકેના સંશોધકોએ રસીના બીજા ડોઝ પછી માત્ર એન્ટિબોડીને લઈ ધ્યાન આપ્યું છે. તેઓએ સેલ્યુલર ઇમ્યુનિટી વિશે માહિતી આપી નથી. સંશોધનકર્તાઓએ આ અંગે જણાવ્યું કે અગાઉ મેળવેલ સેમ્પલમાંથી જ આ અંગે પરીક્ષણ કરવામાં આવશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસના સહ-લેખક મેથ્યુ સ્નાઈપે જણાવ્યું હતું કે, હજુ સુધી કોરોના સામે બૂસ્ટર રસીની કેટલી અસરકારકતા હશે તેનું પરિક્ષણ થયુ નથી. તેઓનું માનવુ છે કે બુસ્ટર ડોઝ ઓમિક્રોન સામે લડવાની ક્ષમતા રાખે છે. ઓક્સફોર્ડ સાથે એક્સ્્ટ્રા જિનીવા રસીના ડેવલેપમેન્ટ માં યોગદાન આપનાર ટેરેસા લેમ્બે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટની અસરને વધુ સારી રીતે સમજવામાં હજુ થોડાક અઠવાડિયા લાગી શકે એમ છે. તેઓ આશા રાખે છે કે વર્તમાનમાં ચાલી રહેલી રસી ગંભીર રોગો અને હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ આપશે