વૃક્ષારોપણ કરી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અપાઈ શ્રદ્ધાંજલિ

 

બાવળાઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી  મહારાજે મનુષ્ય લીલા સંકેલી લીધા પછી તેમના ઉત્તરાધિકારી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીજી આચાર્ય પદે સેવા સ્વીકાર્યા પછી સૌપ્રથમ વખત બાવળા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શને પધારતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે બાવળા મંડળ તરફથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને દિવ્ય સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી જલ્દીથી દૂર થાય તે નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી જિતેનિ્દ્રપ્રિયદાસજી  સ્વામીજી મહારાજે તથા  મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.