વુહાન ડાયરીની લેખિકાને મળી રહી છે જાનથી મારી નાંખવાની ધમકી

 

વુહાનઃ એવો દાવો કરવામાં આવે છે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરથી નહિ પણ ચીનની લેબમાંથી ફેલાયો છે. આ અંગે વિવાદ ચાલી રહ્યો છે, ચીનની સ્થાનિક લેખિકા ફેંગ ફેંગ આશરે એક કરોડની વસતિ ધરાવતા આ શહેરને સીલ કરવા દરમિયાન બનેલી ઘટનાઓ ‘વુહાન ડાયરી’ નામના પુસ્તક દ્ધારા પ્રકાશમાં લાવી હતી. બીજા દેશોમાં ફેંગ ફેંગની વુહાન ડાયરી પહોંચતાં જ ફેંગને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનું શરૂ કર્યું. ચીનના નાગરિકો ફેંગ પર દેશને શરમજનક બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ૬૪ વર્ષીય ફેંગે ચાર્જને નકારી કાઢયા છે.

જ્યાં સુધી ફેંગ રોજિંદી વસ્તુઓનો ઉલ્લેખ કરી રહી હતી, ત્યાં સુધી બધું બરાબર હતું. પણ ફેંગે જયારે હોસ્પિટલોમાં પૂરતી જગ્યા, માસ્ક અને સાધનોના અભાવ, દર્દીઓને ભગાડવાની ઘટના વિશે વાત કરી ત્યારે હોબાળો શરૂ થઇ ગયો. તેમના જણાવ્યાનુસાર, એક ડોક્ટર મિત્રે અમને કહ્યું અમે અમારા અધિકારીને કહ્યું કે આ રોગ ખૂબ જ ઝડપથી માણસથી માણસમાં ફેલાય છે. પરંતુ, કંઇ બન્યું નહીં. 

ચીનમાં ખૂબ જ કડક મીડિયા સેન્સરશીપ છે. અમેરિકા સહિતના ઘણા દેશોએ ચીન તરફ આંગળી ચીંધવાનું શરૂ કર્યું. આ પછી ફેંગની સમસ્યાઓ વધી. અહીં ટ્વિટર જેવું વેઇબો પ્લેટફોર્મ છે. કેટલાક લોકોએ ફેંગને હિંમતવાન ગણાવી હતી. કેટલાક તેને દેશ વિરોધી ગણાવી રહ્યા છે. તેના પર દેશના સન્માનને પૈસા માટે વેચવાનો પણ આરોપ છે. ફેંગે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું મેં સત્ય જાહેર કર્યું. હવે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. વુહાન ડાયરીના અવતરણો ચાઇનાની બહાર ઓનલાઇન ઉપલબ્ધ છે. અમેરિકન પ્રકાશક હાર્પર કોલિન્સ આ પુસ્તકને પબ્લિશ કરવાની તૈયારી કરી રહી છે. તે જૂનમાં બજારમાં આવશે. ચીનના સરકારી અખબારોમાં આનો વિરોધ શરૂ થયો. 

ફેંગ કહે છે, પુસ્તકનો વિરોધ કેમ કરવો? લોકોએ તેને યોગ્ય રીતે વાંચવું જોઈએ. મેં કહ્યું છે કે ચાઇનાએ આ રોગ સાથે કેવી અસરકારક રીતે સામનો કર્યો છે. હું કોરોના દ્વારા માર્યા ગયેલા લોકોના પરિવારોને મદદ કરવા માટે પુસ્તકની રોયલ્ટી ખર્ચ કરીશ.