વુહાન ડાયરીના લેખિકા ફેંગ ફેંગને જાનથી મારી નાખવાની ધમકીઓ આ મહામારી ચામાચીડિયાના કારણે ફેલાઈ કે વુહૈાનની સંશોધન લેબોરેટરીમાંથી ફેલાઈ – એઅંગે વિવાદ છે. મળી રહી છે.તેમની પર દેશદ્રોહના આરોપ મૂકવામાં આવી રહ્યા છે…

0
1062

.

                     વુહાન શહેરની ખરી હકીકત વિશ્વ સમક્ષ રજૂ કરનાર સંનિષ્ઠ લેખિકા ફેંગ હાલમાં મુશ્કેલીમાં મૂકાયા છે. ચીનની સરકાર તેમના પ્રત્યે ખૂબ જ  અસહિષ્ણુ વર્તન કરી રહી છે. 64 વર્ષના આ લેખિકાને 2019માં દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. 

          તેમણે એવો દાવો કર્યો હતો કે, કોરોના વાયરસનો  ચીનના વુહાન શહેરમાંથી ફેલાવો થયો હતો. કોરોનાની શરૂઆત વુહાનથી થઈ હતી.  આ મહામારી ચામાચીડિયાના કારણે ફેલાઇ કે વુહાનની લેબોરેટરીમાંથી એનો ચેપ લાગ્યો – એઅંગે વિવાદ છે. આશરે એક કરોડની વસ્તી ધરાવતા વુહાન શહેરને સિલ કર્યા બાદ બનેલી ઘટનાઓને લેખિકા ફેંગે પોતાની ડાયરીમાં રજૂ કરી  હતી. જેના કારણે જ આખી દુનિયાને કોરોના વાયરસની જાણ થઈ હતી. વુહાન ડાયરી વિશ્વમાં પ્રકાશિત થયા બાદ ફેંગ પર દેશદ્રેહનો આરોપ મૂકવામાં આવ્યોવ હતો. ચીનમાં તેમના રહેવાનું અતિ દુષ્કર બની ગયું છે. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહીન  છે.. જો કે બધા જ આરોપને નકારી કાઢયા છે.. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનો સૌથી પહેલો કેસ ડિસેમ્બર, 2019માં વુહાનમાં બન્યો હોવાનું લોકોને જાણવા મળ્યું હતું. 

  ફેંગે જણાવ્યુ હતું કે, કોરોનાના દરદીઓને સારવાર માટે જગ્યા નથી,રોગીઓને બળજબરી કરીને નસાડી મૂકવામાં આવતા હતા. સારવાર અને સુરક્ષા માટેના સાધનોની તીવ્ર અછત હતી.મારા એક તબીબ મિત્રે જણાવ્યું હતું કે, તેઓે સરકારી અધિકારીને કોરોનાની મહામારી બહુજ ઝડપથી માનવ  સમુદાયમાં ફેલાઈ જવાની સંભાવના વિષે કહ્યું હતું. પરંતુ સરકારી અધિકારીએ અમારી વાતને જરા પણ ગંભીરતાથી લીધી જ નહોતી. કોરોનાની સારવાર માટે કે એને ફેલાતો રોકવા માટે નિયંત્રણના કોઈ પગલાં   લેવામાં આવ્યા નહોતા. ચીનમાં મિડિયા પર સખત પ્રતિબંધો છે. ખરી હકીકત કદી બહાર આવી શકતી નથી. સમયાંતરે સાચી માહિતી પ્રકાશિતથાય છે , ત્યારે બહુ જ વિલંબ થઈ ગયો હોય છે.કોરોનાનીસાચી હકીકત વિશ્વમાં જાહેર કરવામાં નિ્મિત્ત બનેલાં લેખિકા ફેંગ ફેંગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યોછે. મળતી માહિતી અનુસાર, વુહાન ડાયરીના કેટલાક મહત્વના અંશો ઓન લાઈન પર ઉપલબ્ધછે. .અમેરિકાની   પબ્લિશિંગ કંપની હાર્પર કોલિન્સ તેનું પ્રકાશન કરવાની છે. સંભવત આગામી જૂન મહિનામાં પુસ્તક પ્રગટ કરવામાં આવશે અને માર્કટમાં ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here