વુહાનમાંથી કોરોના પેદા થયો હોવાના અમેરિકા પાસે મહત્ત્વના પુરાવા 

 

વોશિંગટનઃ વૈશ્વિક મહામારીરૂપે ફેલાઇ ચૂકેલા કોવિડ-૧૯ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે પરસ્પર આરોપોનો મારો ચાલી રહ્યો છે, એવામાં સૌથી પ્રભાવિત અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ દાવો કર્યો છે કે તેમની સરકાર પાસે આ બાબતના મહત્ત્વના પુરાવા છે કે કોરોના વાઇરસનો ઉદ્ભવ ચીનના વુહાનસ્થિત એક લેબમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ડિસેમ્બરમાં મહામારી સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ આવી હતી. 

રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ આ દાવો મીડિયા સમક્ષ કરતા ચીન પર કોરોના મહામારી ફેલાવાનો આરોપ લગાવ્યા હતા. પોમ્પિઓના કહેવા મુજબ કોરોના વાઇરસ માનવ દ્વારા સર્જન કરાયેલો વાઇરસ છે, આ સાથે વિશ્વના વિજ્ઞાનીઓનું પણ આવું જ અનુમાન છે કે કોરોના વાઇરસ માનવ નિર્મિત છે. જોકે પોમ્પિઓએ કરેલા દાવા માટે કોઇ પુરાવા રજૂ કર્યા ન હતા. તેમણે કહ્યું કે, ચીનનો દુનિયાને સંક્રમિત કરવાનો જૂનો ઇતિહાસ છે. ચીનની પ્રયોગશાળાઓ સફાઇ અને સુરક્ષા મામલે બેદરકાર છે. બીજી તરફ ચીન પર અમેરિકા પર કોરોના વાઇરસને ફેલાવવાના આરોપ લગાવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયુ છે, અહીં કુલ ૧૧,૫૮,૦૦૦થી વધુ લોકો કોરોનાગ્રસ્ત છે જ્યારે ૬૭ હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here